મુંબઈથી સુરત ટ્રેનમાં મોકલાતો દારુ ઝડપાયોઃ 2ની ધરપકડ
મુંબઈથી ગુજરાત ટ્રેનો દ્વારા દારુની હેરફેર
સુરતની હોટેલમાં પહોંચાડવા માટેની શરાબની 46 હજાર રૃપિયાની બોટલો જપ્ત
મુંબઇ : બાંદરા-જમ્મુતાવી વિવેક એક્સપ્રેસના એક કોચમાં રેલવેની વિજિલન્સ સ્ક્વોડે રેડ પાડીને દારૃની તસ્કરી કરતા બે શખસોની ધરપકડ કરી મુંબઈથી દારૃ ખરીદી સુરતની હોટેલમાં પહોંચાડવા માટે જઈ રહેલા આરોપીઓ પાસેથી ૪૬ હજાર રૃપિયાની કિંમતની દારૃની ૨૬૦ બોટલો જપ્ત કરવામાં આવી હતી.
મુંબઈથી ટ્રેન મારફત દારૃની તસ્કરી થાય છે અને મોટેભાગે ગુજરાતના શહેરોમાં પહોંચાડવામાં આવે છે, એવી બાતમીને આધારે વિજિલન્સ ટીમે એસ-૩ કોચ પર રેડ પાડી હતી અને બે દારૃ-તસ્કરોને ઝડપી લીધા હતા. પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ આ દારૃ સુરતની એક હોટેલમાં પહોંચાડવા જઈ રહ્યા હતા. ગુજરાતમાં દારૃબંધી હોવાથી મુંબઈથી મોટા પ્રમાણમાં દારૃની તસ્કરી કરવામાં આવે છે. રોડ અને રેલવે મારફત તસ્કરી ચાલે છે.