Get The App

ડીપીએસ લેકની જેમ પામબીચના કિનારે પણ ફલેમિંગો ઉમટયાં

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
ડીપીએસ લેકની જેમ પામબીચના કિનારે પણ ફલેમિંગો ઉમટયાં 1 - image


નવી મુંબઈ ખરા અર્થમાં ફલેમિંગો સિટી બન્યું

નેરુળ પામબીચ રોડ પર બનાવાયેલાં જ્વેલ ઓફ નવી મુંબઈનું સ્થળ ફલેમિંગોને ફાવી ગયું ઃ પક્ષી પ્રેમીઓમાં આનંદ  ર્ં

મુંબઈ -  પર્યાવરણપ્રેમીઓની લડતને લીધે રાજ્ય સરકારે ડી.પી.એસ. તળાવને સંરક્ષિત ક્ષેત્ર જાહેર કર્યું છે ત્યાં ફલેમિંગો (સુરખાબ) પક્ષી આવતા જ રહે છે, પણ હવે પામબીચના કિનારે પણ ફલેમિંગોનું આગમન થવા માંડયું છે. આમ હવે નવી મુંબઇને સુરખાબ શહેર (ફલેમિંગો સિટી)ની ઓળખ મળી છે.

નવી મુંબઇમાં પામબીચના કિનારા પાસે  જવેલઓફ નવી મુંબઇ પરિસરમાં સવારે અને સાંજે ફલેમિંગોના દર્શન થવા માંડયા છે. 'માઝી વસુંદરા' અભિયાન  અંતર્ગત નેરૃળ પામબીચ રોડને અડીને ૧૩૭ એકરના વિશાળ એરિયામાં જ્વેલ ઓફ નવી મુંબઇ વિકસાવવામાં આવ્યું છે. આમાં ૬૪ એકર જગ્યામાં હોલ્ડિંગ પોન્ડ બાંધવામાં આવ્યું છે. અને આઠ એકરમાં નૈસર્ગિંક તળાવ છે. ઉપરાંત ૩૫ એકરમાં દેશનું સૌથી મોટું મિયાવાકી જંગલ ઉભું કરવામાં આવ્યું છે.

નવી મુંબઇના નેરૃળમાં આવેલા ડી.પી.એસ. (દિલ્હી પબ્લિક સ્કૂલ) લેક, ટી.એસ. ચાણક્ય એરિયા અને એનઆરઆઇ લેકમાં અત્યાર સુધી ફલેમિંગો  જોવા મળતા હતા. હવે પામબીચના કિનારે પણ ફલેમિંગોના દર્શન થવા માંડયા છે.

ફલેમિંગો પક્ષીઓ માટેના માનીતા સ્થળ ડીપીએસ લેકને મહારાષ્ટ્ર સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડ તરફથી આરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવે તેને માટે નવી મુંબઇના પર્યાવરણ પ્રેમીઓ અને નેટકનેક્ટ ફાઉન્ડેશન તરફથી લાંબી લડત ચલાવવામાં આવી હતી.


Tags :