22મીએ ઘરે ઘરે રામજ્યોત પ્રગટાવજોઃ પીએમ મોદીની અપીલ
મારી 3જી ટર્મમાં ભારત વિશ્વની ટોચની 3 ઈકોનોમીમાં હશે
મહારાષ્ટ્રના સોલાપુરમાં સૌથી મોટી કોલોનીના લોકાર્પણમાં નાનપણમાં મને પણ આવું ઘર મળ્યું હોત તો એમ કહી પીએમ ગળગળા થઈ ગયા
મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારું શાસન ભગવાન રામના સિદ્ધાંતોથી પ્રેરિત છે તેમ જણાવી લોકોને તા. ૨૨મીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઘરે ઘરે રામ જ્યોત પ્રગટાવવા અને એ રીતે ગરીબી નાબૂદીનો સંકલ્પ કરવા અપીલ કરી હતી. વડાપ્રધાનમહારાષ્ટ્રના સોલાપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશની સૌથી મોટી કોલોનીનું લોકાર્પણ કરતી વખતે, 'કાશ મને પણ નાનપણમાં આવું સરસ ઘર રહેવા મળ્યું હોત' એમ કહી ગળગળા થઈ ગયા હતા. લોકસભા બેઠકોની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ પછી બીજી ક્રમનાં રાજ્ય મહારાષ્ટ્રમાં છેલ્લાં એક જ સપ્તાહમાં વડાપ્રધાન મોદીએ આ બીજી વખત મુલાકાત લીધી હતી.
વડાપ્રધાને ફરી ેએકવાર 'મોદી ગેરન્ટી'નો પુનરોચ્ચાર કરીને પોતાના શાસનની ત્રીજી ટર્મમાં દેશ વિશ્વનાં ટોચનાં ત્રણ અર્થતંત્રમાં સામેલ થઈ જશે એવો ભરોસો વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન મિશનના ભાગરુપે સોલાપુરમા ૧૫૦૦૦ સહિત મહારાષ્ટ્રમાં ૯૦ હજાર મકાનોનું લોકાપર્ણ કર્યું હતું. આ વખતે તેઓ ગળગળા બની ગયા હતા. તેમણે કહ્યુ ંહતું કે ગરીબોને આવાસ મળે તે સુનિશ્ચિત થાય તેમાં પોતાની એક અંગત લાગણી પણ છે. નાનપણમાં પણ મને આવાં સુંદર ઘરમાં રહેવા મળ્યું હોત તો કેવું સારું હોત એમ કહી તેઓ ગળગળા બન્યા હતા. વડાપ્રધાને આજે સોલાપુરમાં કામદારો માટે રાય નગર હાઉસિંગ સોસાયટીના બનાવેલા ૧૫૦૦૦ઘરોનું ઉદ્ધાટન કર્યું હતું.. ૩૫૦ એકર વિસ્તાર, ૮૩૪ ઈમારતો, અસંગઠિત અને મજૂરો માટે ૩૦ હજાર ફ્લેટ દેશની સૌથી મોટી લેબર કોલોની છે.
પી.એમ મોદીએ પી.એમ આવાસ યોજના હેઠળ સોલાપુરમાં બનેલી દેશની સૌથી મોટી સોસાયટીમાં રહેવા જઈ રહેલા લોકોને કહ્યું, 'જે લોકો આ નવા મકાનોમાં રહેવા જઈ રહ્યા છે, તેમણે નાના સપના ન જોવા જોઈએ. હું તમને બધાને વિનંતિ કરું છું કે મોટું સ્વપ્ન જુઓ અને કદી નાનું સ્વપ્ન ન જુઓ. તમારા સપના પૂરા કરવા એ મારી ગેરંટી છે. તમારા સપના એ મારો સંકલ્પ છે.
સોલાપુર એક ઔદ્યોગિક શહેર છે.કામદારોનું શહેર છે. જે તેના કાપડ માટે જાણીતું છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ શહેર શાળાના ગણવેશ બનાવવા માટેનું સૌથી મોટું એમ એસ એમ ઈ ક્લસ્ટર ધરાવે છે. ગણવેશ તૈયાર કરવામાં સંકળાયેલા કારીગરો સહિત સરકારે તમામ કુશળ કસબીઓ માટ ેખાસ વિશ્વકર્મા યોજના શરુ કરી છે એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે ખાતરી આપી હતી કે રત્નાગીરી, કોલ્હાપુર અને સોલાપુર વચ્ચેના ફોર-લેન હાઇવેનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતુ.
૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત સમારોહ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે હવે ભગવાન રામ ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે. તેમને તંબુમાં જોઈ આપણને જે પીડા થતી હતી તે હવે દૂર થશે.
રામ મંદિરના પ્રાણ પ્રતિƒાન પહેલા તેમની ૧૧ દિવસની ધામક વિધિઓનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'રામ લલ્લાના પ્રાણ પ્રતિƒા પહેલા, હું કેટલાક સંતોના માર્ગદર્શન હેઠળ મારા નિયમોમાં વ્યસ્ત છું અને હું તેનું કડકપણે પાલન કરી રહ્યો છું. એ પણ યોગાનુયોગ છે કે મહારાષ્ટ્રના નાસિકથી પંચવટીની ભૂમિથી મારા સંસ્કારની શરૃઆત થઈ છે.
તેમણે કહ્યું હતું ે અમારી સરકાર શ્રી રામના આદર્શોને અનુસરીને દેશમાં સુશાસન સુનિશ્ચિત કરવા માટે પ્રથમ દિવસથી પ્રયાસ કરી રહી છે અને દેશમાં ઈમાનદારીનું શાસન હોવું જોઈએ. તે રામરાજ્ય છે જેણે 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ'ની પ્રેરણા આપી છે. આપણા દેશમાં લાંબા સમયથી ગરીબી હટાવવાના નારા લગાવવામાં આવ્યા હતા પરંતુ ગરીબી દૂર થઈ નથી. ગરીબોના નામે યોજનાઓ બનાવવામાં આવી, પરંતુ ગરીબોને તેનો લાભ મળ્યો નથી. વચેટિયાઓ તેમના હકના પૈસા લૂંટી લેતા હતા. અગાઉની સરકારોની નીતિ, ઈરાદા અને વફાદારીમાં ખોટ હતી.