મુંબઈમાં રાતે 10 સુધી જ ફટાકડા ફોડવાની કાયદેસરની છૂટ
ધ્વનિ પ્રદૂષણની સ્થિતિ વણસે નહિ તે જોવા અપીલ
બાળકો, વૃદ્ધો, અસ્થમાના દર્દીઓનો ખ્યાલ રાખી સમયમર્યાદાના પાલન માટે આગ્રહ
મુંબઈ : મુંબઈ મહાપાલિકાએ નાગરિકોને રાતના દસ વાગ્યા સુધી જ ફટાકડા ફોડવા જણાવ્યું છે.
દિવાળીમાં લોકો મોટા પ્રમાણમાં ફટકાડાઓ ફોડતા હોવાથી શહેરમાં ધ્વની અને વાયુ પ્રદુષણ વ્યાપક રીતે ફેલાતું હોય છે. તો ઘરે દિવડા લગાવતી વખતે અને ફટાકડા ફોડતી વખતે આસપાસના સલામતીનું ધ્યાન ન રાખવાથી ઘણી વખત આગ લાગવાની ઘટનાઓ પણ બનતી હોય છે. મહાનગરપાલિકાએ આ અંગે એક પરિપત્ર જારી કરીને લોકોને સલામત રીતે દિવાળી ઉજવવા માટે સૂચના આપી હતી . મહાપાલિકાએ લોકોને રાતે ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી હોવાનું જણાવ્યું હતું.
મહાપાલિકાએ લોકોને બાળકો, મહિલાઓ, વૃદ્ધો, અસ્થમા સહિતની બીમારી ધરાવતા લોકોનો ખ્યાલ રાખી ફટાકડા ફોડવાની સમયમર્યાદા જાળવવા જણાવ્યું છે.
લોકોને ખુલ્લી જગ્યાએ જ ફટાકડા ફોડવા તથા સાવચેતીના પગલાં લેવા પણ જણાવાયું છે.