Get The App

પગ મચકોડાવાથી વ્યવસાયિક અક્ષમતાનું વળતર મળેઃ ગ્રાહક પંચ

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
પગ મચકોડાવાથી વ્યવસાયિક અક્ષમતાનું વળતર મળેઃ   ગ્રાહક પંચ 1 - image


સ્ટેટ કન્ઝુમર કમિશનના આદેશને પલટાવાયો

અરજદારને વ્યવસાયિક નુકસાનની ભરપાઈ કરી આપવા રાષ્ટ્રીય ગ્રાહક પંચનો આદેશ

મુંબઈ :  પગ મચકોડાઈ જવાથી થયેલી ઈજાને કારણે હંગામી અક્ષમતા અને વ્યાવસાયિક નુકસાન વીમાના નિયમો હેઠળ ભરપાઈને પાત્ર હોવાનો ચુકાદો નેશનલ કન્ઝયુમર રિડ્રેસલ કમિશન (એનસીડીઆરસી)એ આપ્યો છે.

નેશનલ કમિશને ડિસ્ટ્રીક્ટ કન્ઝયુમર ડિસ્યુટ રિડ્રેસલ કમિશન (ડીસીડીઆરસી)ના નિર્ણયને બહાલ કર્યો હતો અને ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કં.લિ.ને ફરિયાદી અનિલ રામક્રિષ્ન ઈનામદારને વળતર અપાવા જણાવ્યું હતું.

મુંબઈના રહેવાસી ઈનામદારે ડિસ્ટ્રીક્ટ કમિશન સામે ૨૦૧૩માં કેસ જીત્યો હતો. કંપનીએ અપીલ કરતાં સ્ટેટ કમિશને કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

 ઈનામદારે ફરી રિવિઝન અરજી નેશનલ કમિશન સમક્ષ ૨૦૧૫માં કરી હતી.  અરજીમા ઈનામદારે જણાવ્યું હતં કે પોતે ૧૯૨ દિવસ સુધી કામ કરી શક્યો નહોતો.

 વીમા પોલિસીમાં આવી ઘટના કવર થાય છે. વીમા કંપનીએ દલીલ કરી હતી કે ઈજા પડવાથી કે લપસવાથી થઈ નહોવાથી વળતર મળે નહીં. 

નેશનલ કમિશને સ્પષ્ટ કર્યું હતું કે હિંસક બનાવથી થયેલી ઈજાનો સમાવેશ થાય છે. ઈનામદારની ઈજા આ વ્યાખ્યામાં આવે છે. ઈનામદારને રૃ. ૧૨,૬૭૯ તબીબી  ખર્ચ અને રૃ. ૮૪,૮૫૭ વ્યાવસાયિક નુકસાનના આપવાનો આદેશ અપાયો હતો.



Google NewsGoogle News