દાદરની લેડી ડૉકટરે અટલ સેતુ બ્રીજ પરથી દરિયામાં છલાંગ લગાવી
ટ્રાન્સ-હાર્બર લિંક ઉપર પહેલી આત્મહત્યા
વર્ષોથી ડિપ્રેશનમાં હતા, સ્યુસાઇડ નોટ મળી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ : દાદરમાં રહેતા ૪૩ વર્ષીય મહિલા ડૉકટરે દક્ષિણ મુંબઇને નવી મુંબઇ સાથે જોડતા સૌથી લાંબા દરિયાઇ બ્રીજ અટલ સેતું પરથી અરબી સમુદ્રમાં કૂદકો મારી દીધો હતો. પાણીમાં કલાકોથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ડૉકટર કિંજલ શાહ ઘણા વરસોથી ડિપ્રેશનમાં હતા તેમણે આ પગલું ભરતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી. એમાં મૃત્યુ માટે કોઇને જવાબદાર ન ઠેરવવાનું જણાવવામાં આવ્યું છે. ટેક્સીમાં બ્રીજ પર આવ્યા બાદ ડૉકટરે નીચે ઝંપલાવી દીધું હતું. એમ બુધવારે પોલીસે જણાવ્યું હતું.
અટલ સેતુ સત્તાવાર રીતે અટલ બિહારી વાજપેયી શિવડી-ન્હાવાસેવા અટલ સેતુ અને મુંબઇ ટ્રાન્સહાર્બર લિંક (એમટીએચએલ) તરીકે ઓળકાય છે આ વર્ષે જાન્યુઆરીમાં બ્રીજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
ડૉકટરલ કિંજલ શાહ (ઉ.વ.૪૨) અંદાજે ખૂબ જ ડિપ્રેશનમાં હતા તેમણે ૧૮ માર્ચના બપોરે દાદરથી ટેક્સી પકડી હતી. તેઓ કામ હોવાનું કહીને ઘરેથી બહાર ગયા હતા. તેઓ ટેકસીમાં અટલ સેતુ પર આવ્યા હતા પછી કિંજલે ડ્રાઇવરને ટેક્સી ફરીથી મુંબઇ તરફ લઇ જવા કહ્યું હતું ડોકટરે ડ્રાઇવરને બ્રીજ પર ટેક્સી રોકવા કહ્યું હતું. પરંતુ ટેક્સી ડ્રાઇળરે ના પાડી હતી. આખરે ડૉ. કિંજલ કોઇક રીતે તેને ટેક્સી રોકવા દબાણ કરવામાં સફળ રહી હતી. બાદમાં ટેક્સીમાંથી બહાર આવીને તેમણે પાણીમાં દૂકદો મારી દીધો હતો. ડ્રાઇવરે તરત જ પોલીસને મામલાની જાણ કરી હતી. તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ડૉકટરની પાણીમાં શોધખોળ માટે ઓપરેશન શરૃ કર્યું હતું.
બીજી તરફ ડૉકટર ઘરે ન આવતા તેમજ પિતાએ ભોઇવાડા પોલીસ સ્ટેશનમાં પુત્રીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તેમને ઘરમાં એક સ્યુસાઇડ નોટ મળી હતી. એમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષથી ડિપ્રેશનમાં હોવાથી અટલ સેતુ પરથી કૂદીને જીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. મારા મૃત્યુ માટે બ્રીજ પર લાવનાર ટેક્સી ડ્રાઇવર કે અન્ય કોઇ વ્યક્તિ જવાબદાર નથી.
ભોઇવાડા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર સુભાષ બોરાટેએ જણાવ્યું હતું કે મહિલા ડૉકટરની શોધખોળ કરવામાં આવી રહી છે. પણ હજી સુધી તેમનો પતો લાગ્યો નથી.