Get The App

નવી મુંબઈમાં ક્રેન હેઠળ કચડાતાં શ્રમિકનું મોત

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
નવી મુંબઈમાં ક્રેન હેઠળ કચડાતાં શ્રમિકનું મોત 1 - image


- ક્રેન ચાલક સામે બેદરકારીથી ડ્રાઇવિંગનો ગુનો

મુંબઇ : નવી મુંબઈમાં બનેલી એક દર્દનાક ઘટનામાં ક્રેન હેઠળ કચડાઈ જવાથી એક મજૂરનું મોત થયું હતું. આ ઘટના શનિવારે સવારે ૧૧.૩૦ વાગ્યે ખારઘરમાં બની હતી.

કેબલનું  ડ્રમ ધકેલતી વખતે લપસી જતાં રસ્તા પર પડયો તે જ વખતે આવતી ક્રેન હેઠળ કચડાયો

 આ બાબતે વધુ વિગત આપતા સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે કેબલ બીછાવવાના કામ દરમિયાન મૃતક મજૂર કેબલના ડ્રમને ધકેલી રહ્યો હતો ત્યારે તેનો પગ લપસી ગયો હતો અને તે અચાનક રસ્તા પર જઈ પડયો હતો. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલ ક્રેન હેઠળ કચડાઈ જવાથી તેનું મોત થયું હતું.

મૃતક મજૂરની ઓળખ નવી મુંબઈના બેલાપુરના રહેવાસી સુનિલ તરસીમાં તાંગડી (૨૦) તરીકે કરવામાં આવી છે. અધિકારીઓ અનુસાર સુનિલ અહીં ચાલી રહેલ એક પ્રોજેક્ટમાં કેબલ બીછાવવાના કામમાં મજૂરી કરતો હતો.

શનિવારે સવારે કેબલ બીછાવતી વખતે અચાનક તેના પગ લપસી જતા તે ગબડીને નીચે પડયો હતો અન ેઆ સમયે ત્યાંથી પસાર થઈ રહેલ ક્રેન હેઠળ આવીને કચડાઈ જવાથી તેનું મોત થયું હતું.

પોલીસે આ મામલે મૃતકના ભાઈની ફરિયાદના આધારે ક્રેન ચાલક સામે આઈપીસીની કલમ ૨૭૯ (રેશ ડ્રાઈવિંગ) ૩૦૪એ (બેદરકારીથી મોત નિપજાવ્યું) ૩૩૮ (ગંભીર ઈજા પહોંચાડી જીવ જોખમમાં મૂકવો) અને મોટર વેહિકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ઘટના બાદ મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.



Google NewsGoogle News