મુંબઈની કચ્છી બાળકીને જર્મનીમાં મેન્ટલ કેલ્ક્યુલેશન સ્પર્ધમાં બ્રોન્ઝ મેડલ
પહેલીજ વાર ભાગ લીધો અને બ્રોન્ઝ મેળવ્યો
મૂળ માંડવીની અને હાલ મુલુંડમાં રહેતી નિવા ગડાએ 2500માંથી 2029નો સ્કોર કર્યો
મુંબઈ : જર્મની ખાતે બિલ્ડફેલ્ડમાં યોજાયેલી જુનિયર મેન્ટલ કેલ્ક્યુલેશન વર્લ્ડ ચેમ્પિયનશિપ-૨૦૨૪માં મુંબઈની ૧૧ વર્ષીય કચ્છી બાળકી નિવા ગડાએે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
આ ચેમ્પિયનશિપમાં બાળકોએ તેમની માનસિક ગણતરી (કેલક્યુલેશન) ની ક્ષમતાઓ પ્રદશત કરી હતી. મુંલુંડમાંરહેતી અને છઠ્ઠા ધોરણમાં ભણતી ૧૧ વર્ષની બાળકી નિવા સેજલ વિશાલ ગડાએ ચેમ્પિયનશિપમાં ખૂબ સારું પ્રદર્શન દાખવ્યું હતું. મૂળ કચ્છ માંડવી તાલુકાના રાયણ ગામનાઅને મુંલુંડ-વેસ્ટમાં રહેતાં જે.એસ.ડી રોડ પર રહેતાં નિવાના પિતા વિશાલ ગડાએ ગુજરાત સમાચારનેઆનંદભેર જણાવ્યું હતું કે 'નિવાએ આ ભવ્ય પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તે ખૂબ કોન્ફિડન્ટ હતી. છેલ્લા દોઢ મહિનાથી તેઓ દરરોજ ૮કલાકથી વધુ પ્રેક્ટિસ કરી હોવાથી તે સફળ રહી છે.
આ ચેમ્પિયનશિપમાં જો કોઈ સ્પર્ધક ૨૫૦૦ માંથી ૧૦૦૦ પોઈન્ટ મેળવે છે, તો તે પ્રતિભાશાળી ગણાય છે અને નિવાએ ૨૦૨૯નો સ્કોર કર્યો હતો. નિવાએ તેની પ્રથમ વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ એવોર્ડ મેળવ્યો છે
જર્મનીમાં આ ચેમ્પિયનશિપમ ૨૧થી ૨૩ સપ્ટેમ્બરદરમિયાનયોજાઈ હતી. જેમાં ભારત, અલ્જેરિયા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, બલ્ગેરિયા, જર્મની, હંગેરી, જાપાન, પાકિસ્તાન, સબયા, દક્ષિણ આફ્રિકા, યુનાઇટેડ કિંગડમ જેવા ૨૨દેશોમાંથી ૮૬સ્પર્ધકોએચેમ્પિયનશિપમાં સહભાગ લીધો હતો.