વસઇમાં છેલ્લા 22 વર્ષથી કાગડાનું પેટ ભરતા કચ્છી કાગડા- પ્રેમી

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
વસઇમાં છેલ્લા 22 વર્ષથી કાગડાનું પેટ ભરતા કચ્છી કાગડા- પ્રેમી 1 - image


લોકો આને કાગડાની સ્કૂલ તરીકે ઓળખે છે

મુંબઇ :  ચારે તરફ ઉભા થતા જતા કોંક્રિટના જંગલો વપચ્ચે ચકલી, કાગડા, કબૂતર જેવાં પક્ષીઓ ઓછા થાય છે ત્યારે બીજી બાજુ વસઇના એક કચ્છી કાગડાપ્રેમી છેલ્લા ૨૨ વર્ષથી દરરોજ પેટ ભરે છે અને લોકો કાગડાની સ્કૂલની વધતી જતી સંખ્યા વિસ્મયપૂર્વક જોતા રહે છે.

મૂળ ભૂજ- કચ્છના નસરુદ્દીન રહેમાનીભાઇ વસઇના સનસિટી રોડ પર તુળજા ભવાની મંદિર પાસેના બાંકડા પર આવીને બેસે એ પહેલાં જ ચારે તરફથી કાગડાઓ આવીને પાળી ઉપર ગોઠવાઇ જાય છે. જાણે હેડમાસ્ટર બાંકડા પર બેઠા હોય અને સામે શિષ્તબદ્ધ રીતે વિદ્યાર્થીઓ ગોઠવાઇ ગયા હોય એવું આ દ્રશ્ય જોઇને વસઇવાસીઓ આને કાગડાની સ્કૂલ તરીકે ઓળખે છે.

છેલ્લા બે દાયકાથી વધુ સમયથી દરરોજ સાંજે કાગડાને દાણાપાણી આપવા માટે આવતા નસરુદ્દીનભાઇની કાગડાની સ્કૂલની સંખ્યા પણ સતત વધતી જ જાય છે.



Google NewsGoogle News