માટુંગાના કચ્છી બિઝનેસમેન ફિલિપ શાહની અટલ સેતુ પરથી મોતની છલાંગ
છેલ્લા કેટલાય સમયથી ડિપ્રેશનની ટ્રીટમેન્ટ ચાલતી હતી, સ્યુસાઈડ નોટ મળી નથીે
એક સ્થાનિક કાર્યક્રમમાં જઈ રહ્યા છે તેમ કહી ઘરેથી નીકળ્યા પણસીધા અટલ સેતુ પર પહોંચી ઝંપલાવી દીધું
મુંબઇ - મુંબઇ ટ્રાન્સ હાર્બર લિંક (અટલ સેતુ) પરથી આજે માટુંગાના બાવન વર્ષીય કચ્છી બિઝનેસમેન ફિલિપ શાહે કૂદકો મારીને જીવન ટૂંકાવી લીધું હતું. તેઓ ડિપ્રેશનમાં હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. સમુદ્રમાં ફિલીપ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે.
હાલમાં પરેલમાં રહેતા બેન્કના યુવાન મેનેજરે અટલ સેતૂ પરથી પાણીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતું. આમ અટલ સતુપરથી આત્મહત્યાના બનાવ વધી રહ્યા હોવાથી પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે.
ન્હાવાશેવા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર ોઅંજુમ બાગવાને 'ગુજરાત સમાચાર' ને જણાવ્યું હતું કે માટુંગામાં રહેતા બિઝનેસમેન ફિલિપ હિતનચંદ શાહ (ર્દેઢિયા) (ઉ.વ.૫૨) આજે સવારે આઠ વાગ્યે તેમની કારમાં ઘરેથી નીકળ્યા હતા. તેઓ ઘરેથી એમ કહીને નીકળ્યા હતા કે પોતે નજીકમાં જ એક કાર્યક્રમમાં જઈ રહ્યા છે.
જોકે, ફિલિપ ફિલિપ શાહ કારમાં અટલ સેતુ પર આવ્યા હતા. ૧૪.૪ કિમી સુધી તેઓ આગળ ગયા તા. જ્યાં તેમણે સવારે ૯.૦૦ વાગ્યે કાર ઉભી રાખી હતી. ત્યાર પછી સમુદ્રમાં કૂદકો મારી દીધો હતો.
અટલ સેતુ પર સ્થાપિત સીસીટીવી કેમેરામાં આ ઘટના ઝડપાઇ ગઇ હતી.તરત જ એલર્ટ થયેલી રેસ્ક્યૂ ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બોટની મદદથી શોધખોળ કરવામાં આવી હતી. બોટને તેમનો દેહ મળી આવ્યો હતો.
તેમની પાસેથી આધારકાર્ડ મળી આવ્યું હતું. જેના આધારે તેમની ઓળખ થઇ હતી. પોલીસ ફિલિપ ે શાહના પત્ની સેજલ બેનનો સંપર્ક કરી બનાવની જાણ કરી હતી. સેજલ બેન શાહના જણાવ્યા મુજબ તેઓ ડિપ્રેશનમાં હતા અને ગત એક મહિનાથી તેમની એક ડોક્ટર પાસે સારવાર ચાલી રહી હતી.
પોલીસને પ્રથામિક તપાસમાં ફિલિપ શાહ પાસેથી સ્યુસાઇડ નોટ મળી નથી. તેમના આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ કરવામાં આવી રહી છે. એમ સિનિયર પોલીસ ઇન્સ્પેકટર અંજુમ બાગવાને વધુમાં કહ્યું હતું.
સોમવારે અટલ સેતુ પરથી ઝંપલાવનારા બેન્ક મેનેજેરનો પણ મૃતદેહ મળી આવ્યો
બેન્ક મેનેજરનો પણ મૃતદેહ મળી આવ્યો..સોમવારે અટલ સેતુ પરથી ૪૦ વર્ષીય બેન્કનો મેનેજર સુશાંત ચક્રવર્તી કૂદીને આત્મહત્યાકરી હોવાથી તેનો મૃતદેહ મળી રહયો નહોતો. કામના પ્રેશરના કારણે તેણે આત્મહત્યાકરી હોવાનું જણાય આવ્યું હતું. આ કેસમાં શિવરી પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરીહતી. મેનેજરના મૃતદેહની તપાસ ચાલી રહી હતી ત્યારે તેનો મૃતદેહ પણ ન્હાવા શેવાપોલીસ મથક ક્ષેત્ર હેઠળ આવેલાં જેએનપીટી બંદર પાસેથી મળી આવ્યો છે.