વાકોલામાં પતંગ દોરીથી ઈજા થતાં પ્લાસ્ટિક સર્જરીની નોબત
બાઈક પર જતા ભાજપ કાર્યકરને હાથ અને નાક પર ગંભીર ઈજા
મુંબઇ : સાંતાક્રુઝ નજીક વાકોલા વિસ્તારમાં બાઇક પર જતા ભાજપના કાર્યકર જસબીર સિંહ બાત્રા ઉડતી પતંગનો માંજો અટવાતા ઘાયલ થયા હતા તરત જ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોકટરોએ પ્લાસ્ટિક સર્જરી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે બાત્રાને નાક તેમજ હાથ પર ઇજા થઇ હતી. પહેલાં તેમને વી.એન. દેસાઇ મ્યુનિસિપલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર પછી ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં ડોકટરોએ કેટલાય ટાંકા લઇ જખમ સીવીને પછી પ્લાસ્ટિક સર્જરી કરીહતી. ભાજપના કોઇ નેતા આવવાના હોવાથી બાત્રા તેમના સ્વાગત માટે એરપોર્ટ જતા હતા ત્યારે રસ્તામાં આ અકસ્માત થયો હતો.