Get The App

3 વર્ષની પુત્રીની હત્યા કરી માતા મૃતદેહ લઈ 4 કિમી સુધી માર્ગો પર ભટકી

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
3  વર્ષની પુત્રીની હત્યા કરી માતા મૃતદેહ લઈ 4 કિમી સુધી માર્ગો પર ભટકી 1 - image


પતિ સાથે તકરાર થતાં માસુમ બાળકીનું ગળું દબાઈ મારી નાખી

પોતાની ભયંકર ભૂલના અહેસાસ થતાં દિગ્મૂઢ ગયેલી મહિલા 4 કિમી સુધી નાગપુરના માર્ગો પર ભટકીઃ પોલીસ દ્વારા ધરપકડ

મુંબઇ :  નાગપુરમાં બનેલી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટનામાં પતિ-પત્ની વચ્ચે વિવાદ થયા બાદ રોષે ભરાયેલી ૨૩ વર્ષની મહિલાએ ગુસ્સામાં આવી તેની ત્રણ વર્ષની પુત્રીનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. પોતે કેવું ભયાનક કૃત્ય આચરી બેઠી છે તેનો ખ્યાલ આવ્યા બાદ મહિલા ચાર કિમી સુધી નાગપુરના માર્ગો પર બાળકીના મૃતદેહ સાથે જ ભટકતી રહી હતી. આખરે પોલીસ પેટ્રોલીંગ વાનની નજરે આવ્યા બાદ તેની ધરપકડ કરાઈ હતી. 

આ સંદર્ભે વધુ વિગતાનુસાર આરોપી ટ્વિંકલ રાઉત (૨૩) અને તેનો પતિ રામ લક્ષ્મણ રાઉત (૨૪) થોડા વર્ષો પહેલા નોકરીની શોધમાં નાગપુર આવ્યા હતા અને અહીંના હિંગણા રોડ પર આવેલ એમઆઇડીસી વિસ્તારની એક પેપર પ્રોડક્ટ કંપનીમાં કામ કરતા હતા. આ લોકો કંપનીના પરિસરમાં આવેલી રૃમમાં જ રહેતા હતા. દંપત્તિ વચ્ચે અવાર- નવાર ઝઘડાઓ થતા રહેતા હ તા.

સોમવારે પણ દંપત્તિ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો અને આ દરમિયાન તેમની ત્રણ વર્ષની પુત્રી રડવા માંડી હતી. આ દરમિયાન રોષે ભરાયેલી મહિલા પુત્રીને ઉપાડી પાસેના એક ઝાડ નીચે લઇ ગઇ હતી અને ગુસ્સામાં તેનું ગળું દબાવી દીધું હતુ. આ ઘટનામાં ત્રણ વર્ષની બાળકીનું મોત થઇ ગયું હતું. આ ઘટના બાદ પોતાની ભયંકર ભૂલનો અહેસાસ થતા મહિલા દિગ્મૂઢ  બની બાળકીના મૃતદેહ સાથે ચાર કિલોમીટર રખડી હતી. આ દરમિયાન ત્યાંથી પોલીસનું વાહન પસાર થતા તેણે આ વાતની જાણ પોલીસકર્મીઓને કરતા તેઓ પણ ચોંકી ઉઠયા હતા અને બાળકીને તરત પાસેની હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદ એમઆઇડીસી પોલીસે મહિલાની ધરપકડ કરી તેની સામે આઇપીસીની કલમ ૩૦૨ (હત્યા)નો ગુનો નોંધી મહિલાને કોર્ટમાં હાજર કરતા તેને ૨૪મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.



Google NewsGoogle News