Get The App

બેડી પહેરાવાની ચિમકી મળતાં કેડીએમસી કમિશનરે હાઈકોર્ટમાં હાજર થઈ માફી માગી

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
બેડી પહેરાવાની ચિમકી મળતાં કેડીએમસી કમિશનરે હાઈકોર્ટમાં હાજર થઈ માફી માગી 1 - image


એપીએમસી માર્કેટના બાંધકામના પ્લાનિંગને મંજૂરીમાં વિલંબ

વારંવાર આદેશ આપવા છતાં  હાજર નહીં થનારા પાલિકા કમિશનરને  બેડી પહેરાવીને લાવવા ચિમકી આપતાં થોડીવારમાં જ ઉપસ્થિત થયાં

મુંબઈ :  કલ્યાણ એપીએમસી માર્કેટના બાંધકામના પ્લાનિંગને મંજૂરી આપવામાં વિલંબ કરનારા કલ્યાણ-ડોંબિવલી મહાપાલિકાના કમિશનરને હાઈકોર્ટે ઠપકાર્યા બાદ કમિશનર હાજર થયા હતા. ન્યા. ગૌતમ પટેલ અને ન્યા. કમલ ખાતાની બેન્ચે વારંવાર આદેશ આપવા છતાં પાલન નહીં કરનારા પાલિકા કમિશનરને તાત્કાલિક કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન આપ્યું હતું. તેઓ પોતે આવતા નહોય તો તેમને બેડીઓ પહેરાવીને કોર્ટમાં લાવશું, એવી ચેતાવણી આપી હતી. ત્યાર બાદ થોડા સમયમાં જ કમિશનરે કોર્ટમાં હાજર રહીને કોર્ટની માફી માગી હતી.

કલ્યાણ એપીએમસી માર્કેટનું ઝડપથી બાંધકામ કરવામાં આવે અને આ પૂર્વે જેમના ગાળા પાડવામાં આવ્યા છે એ વ્યાવસાયિકોને નવી માર્કેટમાં ગાળા ઉપલબ્ધ કરી આપવા, એવી માગણી કરીને કલ્યાણ ફૂલ માર્કેટ વેપારી સંઘટને હાઈ કોર્ટમાં અરજી કરી છે. અરજી પર બુધવારે ન્યા. ગૌતમ પટેલ અને ન્યા. કમલ ખાતાની બેન્ચ સમક્ષ સુનાવણી થઈ હતી. આ સમયે અરજદારે કેડીએમસીના આડેધડ કારભાર પ્રત્યે કોર્ટનું ધ્યાન દોર્યું હતું.

કોર્ટે અઠવાડિયાની મુદત આપ્યા બાદ પાલિકા કમિશનરે પ્લાનને મંજૂરી આપી નહોવાનુંવ કોર્ટને જણાતાં કોર્ટે તેની ગંભીર નોંધ લીધી હતી. કોર્ટે પાલિકા કમિશનરને તાત્કાલિક કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આકરી ભાષામાં વાત કરતાં કમિશનર ઈંદુરાણી જાખડ તરત જ બપોરના સત્રમાં કોર્ટમા ંહાજર થયા હતા.



Google NewsGoogle News