કેટરીના કૈફનો ખુલાસો, પ્રેગનન્સીની અફવા ખોટી છે
કેટરીનાની પ્રેગનન્સી વિશે વારંવાર અફવાઓે
કેટરિના લંડનમાં બાળકને જન્મ આપવાની છે તેવા અહેવાલો પાયાવિહોણા હોવાનો દાવો
મુંબઈ : કેટરિના કૈફ પ્રેગનન્ટ છે અને લંડનમાં બાળકને જન્મ આપવાની છે તેવી અફવા ફેલાઈ હતી. જોકે, કેટરિનાની ટીમ તરફથી આ અફવાનું ખંડન કરવામાં આવ્યું હતું.
કેટરિના અને વિકી કૌશલ લંડનમાં હાથમાં હાથ પરોવીને ચાલી રહ્યાં હોવાનો વીડિયો વાયરલ થયો હતો. તેમાં કેટરિનાનો બેબી બમ્પ સ્પષ્ટ જણાતો હોવાનો દાવો પણ કરાયો હતો. અહેવાલો અનુસાર અનુષ્કાની જેમ કેટરિના પણ પ્રસૂતિ માટે જ લંડન ગઈ છે અને ત્યાં બાળકને જન્મ આપવાની છે. કેટરિના બોલીવૂડમાં એક્ટિવ થઈ તે પહેલાં લંડનમાં જ રહેતી હતી અને ત્યાં તેનું ઘર પણ છે.
જોકે, કેટરિનાની ટીમ તરફથી ખુલાસો કરાયો હતો કે કેટરિના પ્રેગનન્ટ હોવાની વાતમાં દમ નથી. આ અહેવાલો તથ્ય વિહોણા છે અને કોઈ તેને માનશો નહિ એમ તેની ટીમ તરફથી જણાવાયું હતું.
કેટરિના કૈફ અને વિકી કૌશલનાં લગ્ન અઢી વર્ષ પહેલાં રાજસ્થાનમાં થયાં હતાં. તે પછી એકથી વધુ વખત કેટરિનાની પ્રેગનન્સીની અફવા ફેલાઈ ચુકી છે.