Get The App

મુંબઈ, થાણે, વસઈ વિરારમાંથી કાશ્મીરની ટૂરો ધડાધડ રદ થવા લાગી

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
મુંબઈ, થાણે, વસઈ વિરારમાંથી કાશ્મીરની ટૂરો ધડાધડ રદ થવા લાગી 1 - image


હજુ થોડા દિવસ પહેલાં ફલાઈટ્સ, હોટલો ફૂલ હતાં 

હવે સિક્યોરિટી વધી છે અને કેન્સલેશન ચાર્જ   લાગશે કે રફિંડ નહિ મળે તેવી ટૂર ઓપરેટરોની સમજાવટ છતાં પર્યટકો  ટૂર રદ કરવા અડગ૭

મુંબઈ -  કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આગામી બે માસની  કાશ્મીરની ટૂરો ધડાધડ રદ થી રહી છે. મુંબઈ ઉપરાંત થાણા, વસઈ વિરારના પ્રવાસીઓ પણ ટૂર કેન્સલ કરાવી રહ્યા છે. કાશ્મીરમાં હવે પર્યટકોની સુરક્ષા માટે પગલાં લેવાઈ રહ્યા છે અને આ તબક્કે ટૂર કેન્સલ કરાવશો તો વિમાની ટિકિટીનાં કેન્સલેશન ચાર્જીસ ઉપરાંત હોટલો દ્વારા  રિફંડ નહિ મળે તેવી  ટૂર ઓપરેટરોની સમજાવટ છતાં પર્યટકો ટસના મસ થવા તૈયાર નથી. 

        પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આંતકી હુમલા બાદ સરકારે કાશ્મીરમાં સુરક્ષા બમણી કરી દીધી છે. હાલમાં, લાલ ચોક સહિત ઘણા મહત્વપૂર્ણ પર્યટન સ્થળો પર પોલીસની સાથે  મિલિટરી  તૈનાત છે. દરેક હોટલની બહાર સૈનિકો તૈનાત છે. જેથી ત્યાં સ્થિતિ નિયંત્રણમાં છે. જોકે, કાશ્મીર ફરવા માટે રજીસ્ટ્રેશન કરાવનારા પ્રવાસીઓ ઉચાટ સેવી રહ્યા છે.  થોડા દિવસો પહેલાં જ કાશ્મીરની ફલાઈટની ટિકિટના ઊંચા દામ બોલાતા હતા, હોટલોમાં બૂકિંગ મળવાં મુશ્કેલ હતાં તેને બદલે અત્યારે કેન્સલેશનનો દોર ચાલ્યો છે. 

દહિસરના મનોજ પરમારે કહ્યું હતું કે  મેં મારા પરિવાર સાથે  કાશ્મીર  પ્રવાસ માટે અગાઉથી પૈસા ચૂકવ્યા હતા. આ હુમલા બાદ ત્યાં જવાનો પ્લાન રદ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર સૂચના મળી નથી. જો કે, વસઈ વિરારમાં નાની ટુરિઝમ કંપનીઓ અને ટૂર ઓપરેટરોએ મે મહિનામાં ટ્રિપ્સ કેન્સલ કરવાનું શરૃ કરી દીધું છે.

 મુંબઈના એક હોલીડેઝના માલિકેએ જણાવ્યું હતું કે, આવી પૂછપરછ હવે શરૃ થઈ છે. ૨૧મીથી ૨૭મી સુધી ટુર ચાલી રહી છે અને આ મહિના માટે બે  ગૂ્રપ  ટુર બુક કરવામાં આવી છે અને તે પણ ૧૧૨ પ્રવાસીઓ સાથે કરવામાં આવશે. તેમણે કહ્યું કે પ્રવાસ રદ્દ કરવો કે કેમ તે અંગેનો નિર્ણય કાશ્મીરની તે વખતની  સ્થિતિ અને પ્રવાસીઓના વલણના આધારે લેવામાં આવશે.

      અન્ય હોલિડેઝના મેનેજરે જણાવ્યું હતું કે, આયોજિત  કાશ્મીર પ્રવાસ અંગેનો નિર્ણય ત્યાંની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ અને પ્રવાસીઓની સંમતિથી લેવામાં આવશે. જો યોગ્ય સમયે પ્રવાસ રદ કરવામાં આવે તો પ્રવાસીઓને વિમાની ભાડાના પૈસા મળી શકશે નહીં તેમ હોવાથી આથક નુકસાન થવાની સંભાવના છે. એ જ રીતે, તેમણે કહ્યું કે હોટલ અને ટ્રાવેલ એજન્ટોને એડવાન્સ બુકિંગ માટે ચૂકવવામાં આવેલા પૈસા પાછા મળવાની કોઈ શક્યતા નથી.

વૈષ્ણોદેવી, શિમલા જેવી અન્ય યાત્રા પર પણ અસર..

કાશ્મીરની યાત્રા સાથે અમૃતસર-વૈષ્ણોદેવી, શિમલા, કુલ્લુ-મનાલી અને ધર્મશાલાની યાત્રાઓ પર પણ થોડી અસર જોવા મળી છે. ટૂર કંપનીઓએ એમ પણ કહ્યું છે કે જ્યાં સુધી સરકાર તેમને રોકવાનો આદેશ નહીં આપે ત્યાં સુધી  કાશ્મીરની ટુર યોજના મુજબ ચાલુ રહેશે.

વસઈમાં પ્રવાસીઓ સુરક્ષિત પાછા વળ્યા..

 કાશ્મીરના પ્રવાસ માટે વસઈથી નીકળેલું એક જૂથ ગુરુવારે રાત્રે સુરક્ષિત રીતે વસઈ પહોંચ્યું હતું. અમે ૧૭ એપ્રિલે કાશ્મીર  જવા નીકળ્યા હતા. અમે પહલગામથી શ્રીનગર જવા નીકળ્યા અને પછી પહેલગામમાં હુમલો થયો હતો. ૨૩મીએ શ્રીનગરમાં બંધ હોવાને કારણે અમે એક હોટલમાં અટવાઈ ગયા હતા. મહારાષ્ટ્ર સરકાર દ્વારા મદદ માટે અમારો સંપર્ક કરવામાં આવ્યો હતો. અમે અમારી ફ્લાઈટ અગાઉથી બુક કરાવી લીધી હોવાથી અમે ૨૪મીએ શ્રીનગર-દિલ્હી-મુંબઈ થઈને સલામત રીતે વસઈ પહોંચ્યા હોવાનું  સભ્યોએ જણાવ્યું હતું. 

વધુ  ૨૩૨ પર્યટકોને લઈને ખાસ વિમાન મુંબઈ પહોંચ્યું

૩????????????????????૮૦૦?????????????????????

      કાશ્મીરમાં અટવાયેલા વધુ   ૨૩૨ પ્રવાસીઓને લઈને એક ખાસ વિમાન આજે મુંબઈ પહોંચ્યું હતું,

સરકાર દ્વારા ત્રીજી ફલાઈટમાં આ  પ્રવાસીઓને પાછા લવાયા હતા. 

 મુસાફરોને અકોલા અને અમરાવતીમાં તેમના વતન લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, અને અત્યાર સુધીમાં ૮૦૦ પ્રવાસીઓ રાજ્યમાં પાછા ફર્યા છે.ગુરુવારે, બે ખાસ ફ્લાઇટ્સ દ્વારા ૧૮૪ પ્રવાસીઓને પરત લાવવામાં આવ્ય હતા. અધિકારીઓએ જણાવ્યું કે ૩૮૦ થી વધુ લોકો  પોતાની રીતે પરત ફર્યા છે. 

તેમણે ઉમેર્યું કે ૬૦-૭૦ વધુ પ્રવાસીઓની વિનંતીઓ મળી છે અને રાજ્ય સરકાર દ્વારા તેમના પરત ફરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Tags :