Get The App

કસારા ઘાટમાં ડ્રાઇવરની સમય સૂચકતાને લીધે ખાનગી બસ ૩૦૦ ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા બચી ગઇ

Updated: Feb 28th, 2022


Google NewsGoogle News
કસારા ઘાટમાં ડ્રાઇવરની સમય સૂચકતાને લીધે ખાનગી બસ ૩૦૦ ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા બચી ગઇ 1 - image


બ્રેક ફેલ થતા બની ઘટના

42  પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ

મુંબઇ :  નાશિકથી મુંબઇ આવી રહેલ એક ખાનગી લકઝરી બસની બ્રેક અચાનક કસારા ઘાટમાં ફેલ થઇ ગઇ હતી જોકે બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી હિંમત ન હારતા બસને રસ્તાની એક તરફ નાળામાં ઉતારી મૂકી હતી. જો ડ્રાઇવરે આમ ન કર્યું હોત તો બસ ૩૦૦ ફૂટ ઉંડી ખાઇમાં ખાબકી ગઇ હોત અને આ દુર્ઘટનામાં મોટી ખુંવારી થઇ હોત.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર નાશિકથી એક ખાનગી લકઝરી બસ રવિવારે મુંબઇ આવવા નિકળી હતી. સાંજે પાંચ વાગ્યાની આસપાસ આ બસ જ્યારે કસારા ઘાટ ઉતરી રહી  હતી ત્યારે ડ્રાઇવરે બ્રેક મારતા બ્રેક લાગતી નહોતી. ડ્રાઇવરે તરત જ અંદાજ આવી ગયો કે બસની બ્રેક ફેલ થઇ ગઇ છે. ત્યાર બાદ તેણે તરત જ સમય-સૂચકતા વાપરી બસનું સ્ટીયરીંગ વાળી બસને બાજુના એક નાળામાં ઉતારી મૂકી હતી. જો ડ્રાઇળરે આમ ન કર્યું હોત તો બસ સીધી ૩૦૦ ફૂટ ઉંડી ખાઇમાં ખાબકી ગઇ હોત. અચાનક બનેલી આ ઘટનાથી બસમાં સવાર તમામ પ્રવાસીઓ હેબતાઇ ગયા હતા. અમૂક તો ડરના માર્યા કાપી રહ્યાહતા કે જો ડ્રાઇવરે સમય સૂચકતા ન વાપરી હોત તો આખી બસ ખાઇમાં ધસી જાત. આ ઘટનાની જાણ થતાં જ ઘોટી હાઇ-વે પોલીસ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સભ્યો અને ટોલ-પેટ્રોલીંગના કર્મચારીઓ તરત જ તેમની મદદે દોડી આવ્યા હતા અને બસના તમામ પ્રવાસીઓને પાસેની હોટલમાં લઇ ગયા હતા. આ  પ્રકરણની વધુ તપાસ કસારા પોલીસ કરી રહી છે.



Google NewsGoogle News