કસબા અને ચિંચવડ વિધાનસભા ક્ષેત્રની આજે પેટાચૂંટણી
શિવસેના (શિંદે)-ભાજપ અને એમવીએ વચ્ચે જંગ
પુણે જિલ્લાના બન્ને વિસ્તારમાં જડબેસલાખ બંદોબસ્ત
મુંબઇ: પુણે જિલ્લાના કસબા અને ચિંચવડ વિધાનસભા ક્ષેત્રની આવતી કાલે રવિવારે યોજાનારી પેટાચૂંટણી માટેનો તખ્તો ગોઠવાઈ ગયો છે. બન્ને મતદાર સંઘમાં શિવસેના (શિંદે)-ભાજપ યુતિ તેમ જ મહા વિકાસ આઘાડીના ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો છે.
કસબા મતદારસંઘના ભાજપના વિધાનસભ્ય મુક્તા તિલક અને ચિંચવડના વિધાનસભ્ય લક્ષ્મણ જગતાપના અવસાનને લીધે ખાલી પડેલી બેઠકો પર આ પેટાચૂંટણી યોજાઈ છે.
કસબામાં શિવસેના-ભાજપ યુતિના ઉમેદવાર હેમંત રાસને સામે એમવીએના રવીન્દ્ર ધનગેકર જ્યારે ચિંચવડમાં સત્તાધારી યુતિના અશ્વિન જગતાપ સામે વિપક્ષના નાના કાટે મેદાનમાં છે. આવતી કાલે મતદાન પૂરું થયા પછી બીજી માર્ચે મતગણતરી થશે. આ ક્ષેત્રમાં જડબેસલાખ બંદોબસ્ત ગોઠવાયો છે.