કરણની બેશરમ કબૂલાતઃ ફલોપ ફિલ્મો હિટ દેખાડવા ભાડૂતી પ્રેક્ષકો મોકલું છું
આ લોકોને પૈસા આપી ફિલ્મ માટે હવા ઊભી કરવા કહેવાય છે
આ બધી બિઝનેસ ટ્રિક્સ, ફાલતુ ફિલ્મના વખાણમાં એક સરખા શબ્દો દેખાય તો સમજવું કે પૈસા આપી લખાયા છે
મુંબઇ : ફાલતુ અને ફલોપ ફિલ્મોને પણ સારી અને હિટ દેખાડવા માટે પોતે ભાડૂતી પ્રેક્ષકોને થિયેટરોમાં પૈસા આપીને મોકલે છે અને તેમને કોઈપણ ફિલ્મ માટે હવા બનાવવા બેફામ વખાણ કરતી પોસ્ટસ વગેરે કરવાનું કહેવાય છે એવી બેધડક અને બેશરમ કબૂલાત બોલીવૂડમાં ફિલ્મ માર્કેટિંગના સૌથી મોટાં ગતકડાંબાજ તરીકે ઓળખાતા કરણ જોહરે કરી છે.
એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં કરણ જોહરે શબ્દો ચોર્યા વિના કહ્યું હતું કે આ બધી બિઝનેસ ટ્રિક છે. પોતાની ફિલ્મ માટે નિર્માતાએ આવાં ગતકડાં કરવાં પડે છે. ભાડૂતી માણસોને પૈસા આપી થિયેટરમાં મોકલાય છે. એ લોકો ફિલ્મ માટે સારી સારી વાતો કરે એ બધું વાયરલ કરવામાં આવે છે. એક જ ફિલ્મ માટે વખાણના એકસરખા શબ્દો વપરાય કે ફિલ્મના વખાણ માટે એક સરખા શબ્દો બીજી પણ કેટલીય ફિલ્મો માટે વાંચવા, જોવા કે સાંભળવામાં આવે એટલે એ પીઆર તરકીબનો હિસ્સો જ હોય છે તે નક્કી છે.
રાણી મુખરજી અને તાપસી પન્નુ સહિતની અભિનેત્રીઓની હાજરીમાં કરણ કહ્યું હતું કે ફિલ્મ નબળી બની છે તે અમને પહેલેથી ખબર હોય છે. એટલે અમે સારા રિવ્યૂ મળે તે માટે આખો ખેલ ગોઠવીએ છીએ. એક નિર્માતા તરીકે ફિલ્મને યેનકેન પ્રકારે હિટ કરાવવી તેમાં અમારું બિઝનેસ હિત છે. જોકે, ઘણીવખત તો ખરેખર તો ફલોપ થઈ ગયેલી ફિલ્મ ા માટે પણ અમે એવો માહોલ ઊભો કરીએ છીએ કે જેથી તે હિટ ફિલ્મ હોવાની જ ચર્ચા થાય. કોઈ ફિલ્મની કમાણી તદ્દન એવરેજ હોય તો પણ અમે તેને મેગા હિટ બતાવીએ છીએ. આ માટે અમે સારા સારા વીડિયો શેર કરીએ છીએ.
કરણે વધુમાં ઉમેર્યુ ંહતું કે, એક પ્રોડયુસસની જવાબદારી ે કે, તેની ફિલમ રિલીઝ થાય ત્યારે તેણે એક લડવૈયની માફક સંઘર્ષ કરવો પડે છે. ફિલ્મ જોવા માટે રસ અને ઉત્સાહ વધારવો પડતો હોય છે. નિર્માતાએ એ પ્રકારનું વાતારણ ઊભું કરવું પડતું હોય છે. પોતાની ફિલ્મને લોકપ્રિય બનાવવા અને બોક્સઓફિસ પર કલેકશનના આંકડા મોટા કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરવા પડતા હોય છે.