Get The App

કપિલ શર્મા, રાજપાલ યાદવ, સુગંધા મિશ્રા, રેમ ફર્નાન્ડિઝને હત્યાની ધમકી

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
કપિલ શર્મા, રાજપાલ યાદવ, સુગંધા મિશ્રા, રેમ ફર્નાન્ડિઝને હત્યાની ધમકી 1 - image


પાકિસ્તાનથી આવ્યો ધમકીભર્યો ઇ-મેલ

વિષ્ણુ નામ ધારણ કરી કોઈએ મેઈલ મોકલ્યોઃ ધમકીને પબ્લિસિટી સ્ટંટ માનવાની બેવકૂફી ના કરશો તેવી ચિમકી

મુંબઇ  - તાજેતરમાં બોલિવૂડના  અભિનેતા સૈફઅલી ખાન પર થયેલા હુમલા બાદ બોલિવૂડના ટોચના સ્ટાર્સ સહિત કલાકારો દહેશતમાં છે. ત્યાં જ કોમેડિયન કપિલશર્મા સહિત બોલિવૂડની ચાર સેલિબ્રિટીઓને જાનથી મારી નાંખવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે.

 ધમકીભર્યો ઇ-મેલ પાકિસ્તાનથી આવ્યો છે જેમાં આ ધમકીને પબ્લિસિટી સ્ટંટ માનવાની બેવકૂફી ન કરવા જણાવવામાં આવ્યું છે જે સેલિબ્રિટીઓ ને ધમકી મળી છે તેવા કપિલશર્મા ઉપરાંત અભિનેતા રાજપાલ યાદવ, ગાયિકા/અભિનેત્રી સુગંધા મિશ્રા અને કોરિયોગ્રાફર રેમોડિસોઝાનો સમાવેશ થાય છે. આ સંબંધમાં મુંબઇ પોલીસે એફઆરઆર દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર પાકિસ્તાનથી મળેલા ધમકીભર્યા ઇ-મેલમાં પોતાની ઓળખ 'વિષ્ણું' તરીકે આપનાર વ્યક્તિએ જણાવ્યું છે કે 'અમે તમારી તાજેતરની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છીએ. અમે માનીએ છીએ કે તમારા ધ્યાન પર એક સંવેદનશીલ બાબત લાવવી જરૃરી છે આ કોઇ સાર્વજનિક સ્ટંટ કે તમને હેરાન કરવાનો પ્રયાસ નથી. આ સંદેશને ગંભીરતાથી લ્યો અને તેને પબ્લિસિટી  સ્ટંટ માનવાની બેવકૂફી ન કરતા.' 

આ સાથે જ ધમકીભર્યો ઇ-મેલ મોકલનારે જો માંગણી પૂરી નહીં થાય તો ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. આ સાથે જ આઠ કલાકની અંદર સેલિબ્રિટીઓ પાસેથી પ્રતિસાદ માંગવામાં આવ્યો હતો અને જો આ લોકો તેનું પાલન કરવામાં નિષ્ફળ જશે  તો વ્યવસાયિક અને  વ્યક્તિગત જીવન બન્ને પર તેની અસર થશે અને ગંભીર પરિણામની ધમકી આપવામાં આવી હતી.

બોક્સ....

રાજપાલ યાદવની પત્ની ઉપરાંત સુગંધા, રેમોએ પોલીસ ફરિયાદ નોંધાવી

કોમિડીયન રાજ્યપાલ  યાદવને ગયા વર્ષે ૧૪ ડિસેમ્બરના રોજ  વિષ્ણુ નામની વ્યક્તિએ ધમકીભર્યો ઇ-મેલ  મોકલ્યો હતો જેમાં કપિલ શર્મા અને તેની ટીમને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. 

ત્યારબાદ રાજપાલ યાદવની પત્ની રાધા યાદવે અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે ભારતીય ન્યાય  સંહિતાની કલમ ૩૫૧(૩) હેઠળ ગુનો નોંદી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટના બાદ અંબોલી પોલીસે ઇ-મેલનું આઇપી એડ્રેસ શોધી કાઢતા તે પાકિસ્તાનનું નિકળ્યું હતું. તેથી  પાકિસ્તાન સાથે પત્રવ્યવહાર કરવા સરકારની મદદ માંગવામાં આવી છે.

રાજપાલ યાદવ ઉપરાંત કોરિયોગ્રાફર રેમોડિસોઝા અને સુગંધા મિશ્રાએ પણ આ બાબતે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ક રતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



Google NewsGoogle News