Get The App

સુનાવણીમાં વિલંબ સર્જવાનો કંગનાનો ઈરાદોઃ જાવેદ અખ્તરની રજૂઆત

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
સુનાવણીમાં વિલંબ સર્જવાનો કંગનાનો ઈરાદોઃ જાવેદ અખ્તરની રજૂઆત 1 - image


જાવેદ અખ્તરે કરેલા બદનક્ષી કેસમાં કંગનાએ સ્ટે માગ્યો છે

કંગનાએ કલ્પના અને ધારણાના આધારે અરજી કરી છેઃ હાઈ કોર્ટના અધિકાર ક્ષેત્રને લાગુ કરવાનો આધાર ન હોવાની  દલીલ

મુંબઈ : અભિનેત્રી કંગના રનૌતે પોતાની  સામે બદનક્ષીનો આરોપ કરતા ગીતકાર જાવેદ અખ્તરના કેસ પર સ્ટે માગતી   હાઈ કોર્ટમાં કરેલી અરજી કેસને વિલંબમાં મૂકવાના ઈરાદે કરી હોવાનું ગીતકાર જાવેદ અખ્તરે જવાબમાં જણાવ્યંુ હતું.

અખ્તરે સોગંદનામું નોંધાવીને કંગનાની અરજીનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે રનૌત પાસે હાઈ કોર્ટના અધિકારક્ષેત્રને લાગુ કરવાનો કોઈ આધાર નથી. અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ચાલી રહેલી સુનાવણીને વિલંબમાં મૂકવા અરજી કરાઈ હાવાનો દાવો કર્યો હતો. કંગનાએ કોર્ટે આપેલા આદેશને જ પડકાર્યો નથી પણ આખી અરજી કલ્પના અને ધારણાને આધારે કરી છે . અરજીમાં કરાયેલી વિનંતી ટકી શકે તેમ નથી અને અસ્પષ્ટ છે.

 ન્યા. રેવતિ મોહિતે ઢેરે અને મજુશા દેશપાંડેની બેન્ચે હાઈ કોર્ટ રજિસ્ટ્રારને ચાકસવા જણાવ્યું હતું કે આ કેસ સિંગલ બેન્ચ કે ડિવિઝન બેન્ચ સમક્ષ મૂકાવી જોઈએ. 

ટીવી પરની મુલાકાત દરમ્યાન કરેલી ટિપ્પણી સામે વાંધો ઉઠાવીને અખ્તરે રનૌત સામે ફરિયાદ કરી હતી. ૨૦૧૬માં અખ્તર સાથે કંગનાની મુલાકાત વિશે આ ટિપ્પણી હતી.દરમ્યાન રનૌતે પણ અખ્તર સામે ફોજદારી કાવતરું,ખંડણી અને ગુપ્તતાનો ભંગ કરીને વિનયભંગ કરવાનો આરોપ કર્યો હતો.

૨૪ જુલાઈ ૨૦૨૩ના રોજ અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે અખ્તર સામેના ખંડણીના આરોપ પડતા મૂક્યા હતા અને તેમને કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતુંં. અખ્તરે સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યા હતા.સેશન્સ કોર્ટે અપીલની સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેસની કાર્યવાહી પર સ્ટે આપ્યો હતો.

હવે કંગનાએ હાઈ કોર્ટમાં અખ્તરની ફરિયાદ પરથી થયેલા કેસ પર સ્ટે માગતી અરજી કરી  છે. અરજીમાં જણાવ્યું છે કે બંની ફરિયાદો એક જ ઘટનામાંથી ઉદ્ભવી છે અને આથી બંને કેસ સાથે ચલાવા જોઈએ જેથી વિરોધાભાસી ચુકાદા આવે નહીં.

પોતાની ફરિયાદ પરના કેસ પર સ્ટે અપાયો છે અને અખ્તરની ફરિયાદ પરનો કેસ ચાલુ છે જે અન્યાયકારી અને કુદરતી ન્યાય વિરોધી છે.  વિવાદની સચ્ચાઈ બહાર લાવવાનો રનૌતનો કેસ છે અખ્તરની નહીં. અખ્તરની અપીલ પર નિર્ણય આવે ત્યાં સુધી તેમનો કેસ પણ ચાલવો જોઈએ, એવી રજૂઆત કંગના વતી કરવામાં આવી હતી.


Google NewsGoogle News