Get The App

દેશના પિતા નહીં દેશના તો લાલ હોય એમ કહી કંગના રનૌતે ગાંધીજીનું અપમાન કર્યું

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
દેશના પિતા નહીં દેશના તો લાલ હોય એમ કહી કંગના રનૌતે ગાંધીજીનું અપમાન કર્યું 1 - image


કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના નેતાએ કંગનાની આકરી ટીકા કરી

કંગના સામે દેશદ્રોહનો કેસ કરો તેવું કોંગ્રેસ નેતાએ કહ્યું

મુંબઇ :  દેશ કે પિતા નહીં દેશ કે તો લાલ હો તે હૈં ધન્ય હૈં ભારત માં કે યે લાલ તેવું નિવેદન ગાંધી જયંતિના અવસરે કરી કંગના રનૌતે ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં મૂકાઇ છે. કોંગ્રેસના એક નેતા રાજકુમાર વર્માએ કહ્યું કેગના સામે દેશદ્રોહનો કેસ થવો જોઇએ.

બુધવારે દેશભરમાં મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીનો જન્મ દિવસ મનાવવામાં આવ્યો હતો.  કંગનાએ પોતાની એક પોસ્ટમાં કહ્યું કે દેશ કે પિતા નહીં દેશ કે તો લાલ હોતે હૈ આમ કહી કંગનાએ લાલ બહાદુર શાસ્ત્રીનો ફોટો લગાવ્યો હતો. કંગનાએ વધુમાં લખ્યું કે ''જય  જવાન, જય કિસાનના ઉદ્ધોષક પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી કી જયંતી પર શત શત નમન'' કંગનાએ વધુમાં એક વીડિયો મેસેજમાં કહ્યું હતું કે સ્વચ્છતા ભી ઉતની હી જરૃરી હૈ જિતની કી આઝાદી, મહાત્મા ગાંધીજી કી જયંતી પર ઉનકે ઇસ દ્રષ્ટિકોણ કો આગે લે જા રહે હૈ હમારે પ્રધાનમંત્રીજી.

કોંગ્રેસના નેતા રાજકુમાર વર્માએ ઉગ્ર  પ્રતિભાવ આપતા કહ્યું કે કંગના રનૌત દેશ વિરોધી વાતો વારંવાર કરી રહી છે. તેમની સામે દેશદ્રોહનો કેસ થવો જોઇએ. એક બાજુ પીએમ ગાંધીજી પર ફૂલ ચડાવી રહ્યા છે જ્યારે ભાજપના સાંસદ આવી વાતો કરી રહ્યા છે. જે ગાંધીજીની વિરુદ્ધ છે. કંગના રનૌત સામે સખત પગલાં ભરવા જોઇએ. ભાજપના એક નેતા હરજિત ગ્રેવાલે કંગનાની પોસ્ટની ટીકા કરી છે. તેમણે જે નિવેદન આપ્યું છે તે શરમજનક છે. તે ગાંધીજીનું અપમાન કેવી રીતે કરી શકે છે? કંગનાને કંઇ ખબર નથી. કંગનાનો જે વિચાર છે તે ગોડસેનો વિચાર છે.

કંગના રનૌતે વર્ષ ૨૦૨૧માં ગાંધીજીનું અપમાન કરતું નિવેદન આપ્યું હતું તેણે લખ્યું હતું કે ''જેમણે શીખવ્યું હતું કે જો તમને કોઇ એક ગાલ પર તમાચો મારે તો તેને બીજો ગાલ ધરો'' અને આ રીતે આઝાદી મળશે.  શું આ રીતે આઝાદી મળશે. આ રીતે તો ભીખ જ મળે તમારા નાયકો વિચારીને પસંદ કરો.



Google NewsGoogle News