કંગનાને બે થપ્પડ મારવાની પાક. અભિનેત્રીની ઈચ્છા
નૌશિને કહ્યું કે મળશે એટલે થપ્પડ મારીશ
કંગના પોતાના ભૂતપૂર્વ બોયફ્રેન્ડઝ પર ધ્યાન આપે, પાકિસ્તાન વિશે કશું ન બોલે
મુંબઇ : પાકિસ્તાની અભિનેત્રી નૌશિન શાહે કંગના રણૌતને બે થપ્પડ મારવાની ઈચ્છા પ્રગટ કરી છે.
નૌશિને એક શોમાં કહ્યું હતું કે કંગનાએ પોતાના દેશ, પોતાના અભિનય તથા પોતાના એક્સ બોયફ્રેન્ડઝ પર ધ્યાન આપવું જોઈએ. પાકિસ્તાન વિશે એલફેલ બોલવાની કોઈ જરુર નથી.
નૌશિને કહ્યું હતુ ંકે કંગના બહુ બેફામ બોલે છે, પાકિસ્તાન વિશે બકવાસ કરે છે. આથી મને તેના માટે નફરત છે.
જોકે, નૌશિને સાથે સાથે કંગનાની અભિનય ક્ષમતાનાં વખાણ પણ કર્યાં હતાં.