કાજોલ પ્રોપર્ટીની બાઝીગર બની, વધુ 1 ફલેટ વેચ્યો
પાછલા મહિનાઓમાં પ્રોપર્ટીના અનેક સોદા
મુંબઈના પવઈના ફલેટ માટે કાજોલને ચોરસફૂટ દીઠ ૪૦,૦૦૦નો ભાવ મળ્યો
મુંબઈ,તા. ૨૬
બોલીવૂડમાં હાલ અક્ષય કુમાર ઉપરાંત કાજોલ પણ એક એક પછી એક પ્રોપર્ટી ડીલ કરી રહ્યાં છે. કાજોલે પોતાનો મુંબઈના પવઈ વિસ્તારનો ફલેટ હાલમાં ૩.૧ કરોડમાં વેચી દીધો છે.
આ ફલેટ ૨૧મા માળે આવેલો છે. તેનો એરિયા ૭૬૨ ચોરસ ફૂટનો છે. કાજોલને ચોરસફૂટ દીઠ ૪૦,૬૮૨ રુપિયાનો ભાવ મળ્યો છે. આ ફલેટ સાથે જ બે કાર પાર્કિંગ પણ ફાળવાયાં છે.
ગઈ તા. ૨૦મી માર્ચે કાજોલે આ ફલેટ વેચાણ માટે દસ્તાવેજ કરાવ્યો હતો.
કાજોલે હજુ થોડા સમય પહેલાં જ મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આશરે ૨૮.૭૮ કરોડ રુપિયાની કમર્શિઅલ સ્પેસની ખરીદી કરી હતી. આ સ્પેસ આશરે ૪૩૬૫ ચોરસ ફૂટ એરિયા ધરાવે છે. કાજોલ આ સ્પેસ ભાડે આપી દે તેવી શક્યતા છે. આ પહેલાં અજય દેવગણ પોતાની ઓફિસ માટે અલાયદી કમર્શિઅલ સ્પેસ ખરીદી ચૂક્યો છે.