Get The App

પિયરથી પૈસા ન લાવે તો સાથે ન રહેવા દેવાની માત્ર ધમકી સતામણી ન ગણાય : બોમ્બે હાઈકોર્ટ

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
પિયરથી પૈસા ન લાવે તો સાથે ન રહેવા દેવાની માત્ર ધમકી સતામણી ન ગણાય : બોમ્બે હાઈકોર્ટ 1 - image


High Court News | પતિ કે સાસરિયાએ માગેલા પૈસા પીયરેથી નહીં લાવે તો પતિ સાથે રહેવા દેવાશે નહીં એવું કહેવા માત્રને માનસિક કે શારીરિક સતામણી કહી શકાય નહીં એમ બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું.

ન્યા. કાંકણવાડી અને ન્યા. જોશીની બેન્ચે નોંધ કરી હતી કે પત્નીએ પતિ અને સાસરિયા સામે નોંધાવેલી એફઆઈઆરમાં જણાવ્યું હતું કે તેને રૂ. પાંચ લાખની રકમ તેના પિતા પાસેથી લાવવા જણાવ્યું હતું જેથી પતિ  કાયમી સરકારી નોકરી મેળી શકે. જોકે તેના માતાપિતા ગરીબ હોવાથી આટલી રકમ આપી શકે તેમ નહોતા.

પતિ અને સાસરિયાએ જવાબ આપ્યો હતો કે જો તે રકમ નહીં લાવે તો તેણે  સાસરે પાછા આવવું નહીં.આ બાબતે  વારંવાર તેની માનસિક અને શારીરિક સતામણી કરવામાં આવી રહી હતી. માનસિક અને શારીરિક ત્રાસ ગણાવતું  કૃત્ય જણાવાયું નથી. માત્ર નિવેદન કરવું એ શારીરિક કે માનસિક ત્રાસ કહેવાય નહીં, એમ જજે ૧૦ જાન્યુઆરીના આદેશમાં જણાવ્યું હતું.

આ કેસમાં પત્નીએ ચોક્કસ તારીખ અને કેટલો સમય આવી માગણી થતી રહી એ જણાવ્યું નથી. જજે જણાવ્યું હતું કે પત્નીએ પોતાની ક્રૂરતા અને ખરાબ વર્તાવ કઈ રીતે કરવામાં આવતો હતો એ જણાવ્યું નહોવાથી તેના આરોપો અસ્પષ્ટ છે. આવા કેસ પોલીસે જે રીતે તપાસ્યા છે એના પ્રત્યે પણ જજે ચિંતા વ્યક્ત કરીને નોંધ્યું હતું કે પોલીસે રેકોર્ડ કરેલા મોટાભાગના નિવેદનો ફરિયાદી મહિલાના સંબંધીના છે અને એક સરખા કોપી કરેલા છે.

કોર્ટે એમપણ જણાવ્યું હતું કે એફઆઈઆરમાં જણાવેલી બધી વ્યક્તિ સામે આરોપનામું પોલીસે દાખલ કરવું જરૂરી નથી. જો આરોપીઓ દૂર રહેતા હોય તો તેમને ગુનામાં કોઈ રીતે સાંકળી શકાય છેે. તપાસ અધિકારીએ જેમની સામે નક્કર પુરાવા હોય તેમની સામે જ આરોપનામું દાખલ કરવું જોીએ. બિનજરૂરી હેરાનગતિ અને ખોટી સંડોવણી થવી જોઈએ નહીં, એમ કોર્ટે જણાવ્યું હતું.


Google NewsGoogle News