સચિન વાઝેની જામીન અરજી પર હાઈકોર્ટમાં 23 ઓગસ્ટે ચુકાદો
અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારના કેસમાં સહ આરોપી તરીકે 2 વર્ષથી જેલમાં
કેસમાં પોતે રાજનો સાક્ષી હોવાનું તથા હજી આરોપનામું દાખલ નહીં થયાની દલીલ
મુંબઈ : માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામેના ભ્રષ્ટાચારના કેસ સંબંધે પણ બે વર્ષથી જેલમાં હોવાનું જણાવીને એન્ટિલિયા વિસ્ફોટક પ્રકરણે બરતરફ કરાયેલા પોલીસ સચિન વાઝેએ વચગાળાના જામીન માટે કરેલી અરજી પર હાઈ કોર્ટે ૨૩ ઓગસ્ટ પર ચુકાદો રાખ્યો છે.
આરોપી બે વર્ષથી જેલમાં છે છતાં આરોપનામું દાખલ થયું નથી. તેઓ કેસમાં રાજના સાક્ષી છે અને તેને કસૂરવાર ઠેરવીને જેલમાં મોકલાવાનો નથી તે સાક્ષીદાર છે. કેસમા ંતમામને જામીન મળી ગયા છે અને સુનાવણી હજી ૨૦ વર્ષ ચાલે તેમ છે.
સીબીઆઈ કોર્ટે બે વાર જામીન અરજી ફગાવતાં પડકાર ફેંક્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે કાયદા અનુસાર આરોપી જામીન પર નહોય તો તેને કેસના અંત સુધી કસ્ટડીમાં રાખવો પડે છે. આનો હેતુ તેને સહઆરોપીઓથી સુરક્ષા પ્રદાન કરવાનો છે.
ેશમુખ અને વાઝેની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ થઈ હતી .બા માં વાઝેએ રાજનો સાક્ષી બનવાની અરજી કરી હતી. જેને મંજૂર કરવામાં આવી હતી. વાઝેને ઈડીના કેસમાં જામીન અપાયા છે પણ ડિફોલ્ટ જામીન અરજી ફગાવાઈ હતી.