જજે ન્યાયતંત્રની પ્રતિભા ખરડાય એવા વર્તનથી દૂર રહેવું જોઈએઃ હાઈકોર્ટ
નશાની હાલતમા કોર્ટ અવાતા સિવિલ જજને સેવામા ંલેવાનો ઈનકાર
ખરીદદારોની રકમ અંગત મિલકત ખરીદી માટે વાપર્યાનો આરોપ
મુંબઈ : નશાની હાલતમાં કોર્ટમાં આવવાના આરોપનો સામનો કરી રહેલા સિવિલ જજને ફરી સેવામાં લેવાનો ઈનકાર કરીને બોમ્બે હાઈ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે જજોએ તેમની ગરીમા અનુસાર વર્તન કરવું જોઈએ અને ન્યાયતંત્રની પ્રતિમા ખરડાય એવું વર્તન કરવું જોઈએ નહીં.
અનિરુદ્ધ પાઠક (૫૨)એ હાઈ કોર્ટમાં અરજી કરીને સિવિલ જજ પદેથી દૂર કરતા નિર્ણયને પડકાર્યો હતો. કોર્ટમાં અનેકવાર નશાની હાલતમાં આવવા અને અયોગ્ય વર્તનના આરોપસર આ નિર્ણય લેવાયો હતો. પાઠકે મહારાષ્ટ્ર સરકારના કાયદો અને ન્યાયતંત્ર ખાતાઅ ેજાન્યુઆરી ૨૦૨૨ના નિર્ણયને પડકાર્યો હતો.
નંદુરબારના પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ે આપેલા અહેવાલ બાદ આદેશ અપાયો હતો. હકાલપટ્ટીનો આદેશ અયોગ્ય કે વગરવિચાર્યો હોવાનું અમને જણાતું નથી, એમ ન્યા. ચાંદુરકર અને ન્યા. જૈનની બેન્ચે આપેલા આદેશમાં જણાવાયું હતું.
જો જજો જ લોકો આંગળીચિંધે એવું વર્તન કરશે તો કોર્ટ કોઈ રાહત આપી શકશે નહીં. જજોએ તેમની ફરજ બજાવતી વખતે રાજ્યની સર્વોચ્ચ અદાલતી સત્તા ધરાવે છે અને એ મુજબનો દરજ્જો જાળવવાની અપેક્ષા છે, એમ કોર્ટે જણાવ્યું હતું. પાઠકને માર્ચ ૨૦૧૦માં સિવિલ જજ જુનિયર ડિવિઝનમાં નિયુક્તિ અપાઈ હતી અને તેમની હકાલપટ્ટી સુધી વિવિધ જિલ્લાઓમાં પોસ્ટિંગ મળ્યું હતું.