ફિલ્મ જોઈને જજો પર અસર થાય અને પુરાવા ભુલી જાય તેવું ન બને
મેચ ફિક્સિંગ નામની ફિલ્મ પર સ્ટેનો હાઈકોર્ટનો ઈનકાર
માલેગાંવ કેસ પર આધારિત ફિલ્મથી ટ્રાયલ પર અસર પડશે તેવી આરોપ લેફ. કર્નલ પ્રસાદ પુરોહિતની અરજી ફગાવી
મૂંબઈ : માલેગાંવ ૨૦૦૮ના બોમ્બ ધડાકાના કેસ પર આધારિત હોવાનું કહેવાતી 'મેચ ફિક્સિંગ- ધ નેશન ઈઝ એટ સ્ટેક' નામની વિવાદાસ્પદ ફિલ્મને રજૂ કરવા પર સ્થગિતી આપવાનો બોમ્બે હાઈ કોર્ટ ઈનકાર કર્યો છે. ફિલ્મ સંપૂર્ણ કાલ્પનિક હોવાનો નિર્માતાઓએ દાવો કર્યા બાદ હાઈકોર્ટે આ નિર્ણય કર્યો હતો.
ન્યા. કોલાબાવાલા અને ન્યા. સુંદરેસરની ડિવિઝન બેન્ચે કેસના આરોપી લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતે કરેલી અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં ફિલ્મ પર સ્ટે માગીને દાવોકરાયો હતો કે તેની અસર કેસ પર પડશે. પુરોહિતના વકીલે જણાવ્યું હતં કે ફિલ્મમાં ભગવા આતંકને રજૂ કરાયો છે. ફિલ્મ ૧૫ નવેમ્બરે રજૂ થતી હોવાથી પોતાની છબિ ખરડાય તેમ છે. ફિલ્મના નિર્માતાએ કોર્ટને જણાવ્યું હતું કે બજારમાં પહેલેથી ઉપલબ્ધ પુસ્તક પર આધારિત કલ્પનાની ઉપજ છે. ફિલ્મની શરૃઆતમાં ડિસક્લેમર પણ મૂકવામાં આવશે જે દર્શાવશે કે ફિલ્મને જીવંત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સામ્યતા નથી અને કલ્પના પર આધારિત છે.
ટૂંકાણમાં દલીલ સાંભળીને કોર્ટે ડિસક્લેમરમાં નજીવા સુધારા સૂચવ્યા હતા.અરજદારે વ્યક્ત કરેલી ચિંતા યોગ્ય હોવાનું અમને લાગતું નથી. આથી કલ્પના પર આધારિત ફિલ્મની અસર કેસ પર પડશે એવું જણાતું નથી, એમ કોર્ટે નોંધ્યું હતું.
અરજદારની ચિંતા ગેરસમજણ હોવાનું નોંધીને અરજી ફગાવી હતી. કોર્ટે સવાલ પણ કર્યો હતો કે તમને લાગે છે કે આવી ફિલ્મથી ભારતમાં જજો પ્રભાવિત થાય અને પુરાવા ભુલી જાય. પુસ્તક પર બંધી નથી તો ે ફિલ્મ પર કેમ? એમ કોર્ટે જણાવ્યું હતું.
ભગવો આતંક દર્શાવાયો હોવાથી ચૂંટણી પાર પડે ત્યાં સુધી ફિલ્મ પર સ્ટે અપાવાની રજૂઆતમાં કોર્ટે સવાલ કર્યો હતો કે ફિલ્મને ચૂંટણી સાથે શું સંબંધ છે? અમે ચૂંટણીને લીધે ફિલ્મ નિર્માતાને બાનમાં રાખી શકીએ નહીં.
દરમ્યાન નદીમ ખાન નામની અન્ય વ્યક્તિએ ેફિલ્મમાં મુસ્લિમોની ભાવના દુભાવી હોવાને આધારે કરેલી અરજી પાછી ખેંચી લીધી હતી.
ફિલ્મના ટ્રેલરમાં જ મુસ્લિમોને દેશમાં હિંસા અને નફરત ફેલાવતા હોવાનું દર્શાવીને ખોટી અને પાયાવિહોણી રજૂઆત કરવામાં આવી છે. અરજદાર નદીમ ખાને જણાવ્યું છે કે તેણે યુટયુબ પર ૨૩ ઓક્ટોબરે ફિલ્મનું ટ્રેલર જોયું હતું અને તેને અઆઘાત લાગ્યો હતો. આવો સંદર્ભ અપમાનજનક અને વ્યથિત કરનારો જ નહીં પણ અરજદારના ધર્મ ઈસ્લામ પ્રત્યે ગેરસમજણ અને અસહિંષ્ણુતા ફેલાવનારી વાત છે. મુસ્લિમ સમુદાયને લક્ષ્ય બનાવીને ટ્રેલરમાં અતિ વાંધાનજક અને ઉતરતી રજૂઆત કરવામાં આવી છે. ધાર્મિક લાગણી દુભાવવામાં આવી છે અને કોમી એખલાસ માટે જેખમી છે, એમ અરજીમાં જણાવાયું હતું.