શાહપુરમાં ફાયરિંગની ઘટનાના આરોપી નહીં પકડતાં જ્વેલર્સોમાં નારાજગી
- આરોપીઓને પકડયો નહીં તો આંદોલન કરવાની ચીમકીઃ આરોપીઓને પકડવા માટે 31 પોલીસ ટીમ બનાવીને શોધખોળ શરૂ
- વહેલી તકે આરોપીઓને પકડવા પોલીસ અધિકારીઓને આવેદન પત્ર આપવામાં આવ્યું
મુંબઈ : થાણેમાં આવેલા શાહપુરમાં એક જ્વેલર્સની દુકાનમાં ૨૧ ડિસેમ્બરના રાતેસાડા નવ વાગ્યાની આસપાસચોરી કરવાના હેતુસર બે અજ્ઞાાત વ્યક્તિઓ દ્વારાફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં દુકાન બંધ કરીને જઈ રહેલાં ૨૫ વર્ષનાકર્મચારી અને દુકાનનો માલિકજખમી થયો હતો. આ ફાયરિંગ ઘટનામાં કર્મચારીનું મૃત્યુ થયું હતું જ્યારે દુકાનનો માલિક ગંભીર રીતે જખમી થતા હોસ્પિટલમાં સારવાર લઈ રહયો છે. જો કે, આ ઘટનાને અઠવાડિયું થઈ ગયું હોવા છતાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી ન હોવાથી અહીંનું વેપારી વર્ગ પોલીસ મળીને આવેદન પત્ર સોંપ્યું હતું. તેમ જ આરોપીઓને જલદી તકે પકડવાની માગણી કરવામાં આવી છે અને એમ ન કરતાં આંદોલનની ચીમકી સુધ્ધાં આપવામાં આવી છે. શાહપુરમાં આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સ નામની જ્વેલરી દુકાનમાં અનેક વર્ષથી કામ કરતો રાજસ્થાનના શિરોહી જિલ્લાના બોટ ગામમાં રહેતો ૨૫ વર્ષનો દિનેશ ચૌધરી અને દુકાનનો માલિક દિનેશકુમાર દરરોજની જેમ ૨૧ ડિસેમ્બરના રાતના દુકાન બંધ કરીને ઘરે જઈ રહયા હતા. ત્યારે તેમના હાથમાં એક બેગ હોવાથી આરોપીઓને તેમા સોનું હોવાની શક્યતા લાગતાં તેની ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા. બાઈક પર સવાર બે યુવાને ખુલ્લેઆમ બેગ હાથમાંથી છીંનવી અનેએ વખતે ખેંચતાણમાંગોળી પેટમાં લાગી જતાં દુકાનના કર્મચારીનું મૃત્યુ થયું જ્યારે માલિક જખમી થતાં હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહયો છે. જ્યારે બેગમાં છ લાખ ૫૫ હજાર રૂપિયાની રોકડ રકમ ચુકવવા માટે રાખી હતી એ આરોપીઓ છીંનવી ગયા હતા.
વેપારીઓની સુરક્ષા સામે ગંભીર પ્રશ્ન ઊભો થવાને કારણે અને આટલી મોટી ઘટનાના આરોપીઓ ખુલ્લેઆમ ફરતાં હોવાથીવેપારી વર્ગ દ્વારા નારાજગી દાખવામાં આવી છે. તેમ જ ન્યાય મેળવવા શનિવારે વેપારી વર્ગ ભેગો થઈને થાણે ડિસ્ટ્રિક્ટનાસુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ ડા. સ્વામી અનેથાણેના વિધાનસભ્ય સંજય કેળકરની થાણે વેપારી મહાસંઘના ઉપાધ્યત્ર મગનભાઈ ઠક્કર, રાજસ્થાન વિકાસ મંચના કપુરજી રામાવત સહિત અનેક પદાધિકારીઓ અને અગ્રણીઓએ મુલાકત લીધી હતી. તેમ જ આરોપીઓને જલ્દી તકે પકડવા અને કડક કાર્યવાહી કરવાની માગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું. તેમ જ વેપારીઓએ શાહપુર અને આસપાસના વિસ્તારોમાં વેપારીઓની સુરક્ષા માટે કડક પગલાં લેવા અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માગણી કરી છે. જ્યારે પોલીસે પણ વેપારીઓને માહિતી આપી હતી કે, આ કેસને ઉકેલવા માટે ૩૧ પોલીસની ટીમ બનાવવામાં આવી છે. તેમ જ અનેક ઠેકાણે અને દુકાનોની બહાર સીસીટીવી કેમેરા ફુટેજ પણ તપાસ કરવામાં આવી રહયા છે. પરંતુ, સીસીટીવી કેમેરાની ક્વોલિટી ખૂબ સારી ન હોવાથી આરોપીઓના ફોટો બ્લર આવી રહયા હોવાનું પોલીસનું કહેવું છે. એથી પોલીસે આહ્વાન કર્યું છે કે વેપારીઓ દુકાનમાં અને દુકાનની બહાર સારી ક્વોલિટીના કેમેરા લગાડે જેથી પોલીસને પણ મદદ મળી રહે અને કાર્યવાહી વધુ ઝડપી બની શકે.