ભારતમાં લોકશાહી ટકી રહી છે તેનું શ્રેય હિંદુઆને જાવેદ અખ્તર
જય શ્રી રામના નારા પોકાર્યા, રામ-સીતાના દેશમાં જન્મનું ગૌરવ વ્યક્ત કર્યું
હિંદુઓ ભલા અને ઉદારદિલ, આ ગુણધર્મ ગુમાવી અન્યો જેવા ન બનેઃ રાજ ઠાકરેનદિવાળી ઉજવણીમાં વર્ષો બાદ સલીમ સાથે એક મંચ પર
મુંબઈ : પ્રગતિશીલ મુસ્લિમોમાં મોખરાનું સ્થાન ધરાવતા અને સામાન્ય રીતે પોતાને નાસ્તિક ગણાવતા બોલીવૂડના લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે મુંબઈમાં રાજ ઠાકરેની મનસે પાર્ટી દ્વારા આયોજિત દિવાળીના કાર્યક્રમમાં પોતાના સાથી લેખક સલીમ સાથે એક મંચ પર હાજરી આપી જય શ્રી રામના નારા પોકાર્યા હતા અને જણાવ્યું હતું કે હિંદુઓની ઉદારતા અને સહિષ્ણુતાના કારણે ભારતમાં લોકશાહી પાંગરી છે. હિંદુ સંસ્કૃતિને કારણે આ દેશમાં લોકશાહી ટકી ગઈ છે.
જાવેદ અખ્તરે કહ્યુ ંહતું કે આમ તો હું નાસ્તિક છું પરંતું હું મર્યાદા પુરુષોત્તમ રામનું બહુ સન્માન કરું છું. મને ગર્વ છે કે હું શ્રીરામ અને સીતા માતાના દેશમાં જન્મ્યો છું. ભગવાન શ્રી રામ આપણી સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ જ કારણોસર આજે હું આ પ્રસંગે અહીં ખાસ હાજર રહ્યો છું. જ્યારે પણ આપણે મર્યાદા પુરુષોત્તમ શબ્દનો ઉલ્લેખ કરીએ ત્યારે આપણી સમક્ષ ભગવાન શ્રી રામ અને સીતા માતાનાં નામ આપણા મુખે આવે છે.
તેમણે કહ્યું હતું કે રામ અને સીતા પ્રેમનાં પ્રતીક છે. તેમનું નામ અલગ અલગ લેવું એ પણ પાપ છે. કોઈ એમનું નામ અલગ કરવા ઈચ્છે નહીં. રામ અને સીતાને અલગ કરવાનું વિચારનાર એકમાત્ર રાવણ જ હતો. જો તમે પણ માત્ર રામ કે માત્ર સીતાનું નામ લ્યો છો તો તમારા મનમાં ક્યાંક ને ક્યાંક રાવણ છૂપાયેલો છે.
જાવેદે સંસ્મરણો વાગોળતાં કહ્યું હતું કે મને આજે પણ યાદ છે કે અમ લખનઉના રસ્તાઓ પર બહાર નીકળતા ત્યારે એકબીજાનું જય સિયારામ કહીને અભિવાદન કરતા હતા. અત્યારે અસહિષ્ણુતા વધી છે. પહેલાં પણ કેટલાક લોકો એવા હતા જે સહિષ્ણુતા ધરાવતા ન હતા. પરંતુ હિંદુઓ ક્યારેય એવા ન હતા. હિંદુઓ હંમેશાં ઉદાર દિલ રહ્યા છે. મારે હિંદુઓને કહેવું છે કે આ ઉદારતા અને સહિષ્ણુતા ક્યારેય ન ગુમાવશો. હિંદુ જીવનશૈલીથી અમે પોતે ઘણું શીખીએ છીએ. તો તમારે તો તેને ના જ છોડવી જોઈએ. હિંદુઓ પોતાની ઉદારતા તથા સહિષ્ણુતા ગુમાવશે તો અન્યો જેવા થઈ જશે. આવું ન બનવું જોઈએ.
આજે ભારતથી ભૂમધ્ય સમુદ્ર સુધી બીજા કોઈ દેશમાં લોકશાહી નથી. અહીં લોકશાહી છે કારણ કે જેને જેમ વિચારવું છે તેમ વિચારી શકે છે. કોઈ એક ઈશ્વરને પૂજે તો પણ હિંદુ છે, ૩૨ કરોડ દેવતાને પૂજે તો પણ હિંદું છે. કોઈ દેવતાને ન પૂજે તો પણ હિંદુ છે. આ ઉદારતા, આ બહુમતવાદની સંસ્કૃતિએ લોકશાહી મૂલ્યોને સપોર્ટ કર્યો છે. આ જ કારણોસર આજે આ દેશમાં લોકશાહી અસ્તિત્વમાં છે.
ા રના શિવાજી પાર્કમાં રાજ ઠાકરેએ િ વાળી નિમિધો આ કાર્યક્રમ યોજ્યો હતો. તેમાં જાવે અખ્તર સાથે તેમના એક સમયના સહલેખક સલીમ પણ હાજર હતા. સલીમ અને જાવે ની જોડીેએ ૭૦ના ાયકામાં સુપરહિટ ફિલ્મોની હારમાળા સર્જી હતી એને બોલીવૂડને અમિતાભ બચ્ચનના સ્વરુપે મહાનાયકની ભેટ આપી હતી. જોકે, બા માં બંને છૂટા પડી ગયા હતા અને અલગ અલગ ફિલ્મો લખી હતી. બહુ વર્ષો પછી બંને જૂના સાથીઓ એક મંચ પર આવ્યા હતા.
જાવેદે કહ્યું હતું કે હાલ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ આવી રહી છે. આજે અમે શોલે લખી હોત તો કદાચ મંદિરમાં હેમા માલિનીના સંવાદના ડાયલોગ પર હોબાળો મચી ગયો હોત. સંજોગ ફિલ્મમાં ઓમપ્રકાશ જે રીતે ગીતોમાં કૃષ્ણ અને સુદામાની વાત કહે છે એ આજે શક્ય બને તેમ નથી.