5 દિવસથી ઉપવાસ કરતા જરાંગેની તબિયત લથડી

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
5 દિવસથી ઉપવાસ કરતા જરાંગેની તબિયત લથડી 1 - image


આઈવી ફલૂઈડસ આપવાની ફરજ પડી

વડા પ્રધાન મોદીની મહારાષ્ટ્રમાં જાહેર સભા થવા નહીં દેવાય તેવી ચિમકી

મુંબઇ :  મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગેના અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળના પાંચમાં દિવસે (બુધવારે) તબિયત બગડતા તેમને ઇન્ટ્રાવેનસ (આઇવી) ફલૂઇડસ આપવામાં આવ્યા હતા. જરાંગે ઉંઘમાં હતા ત્યારે તેમને આઇવી ચઢાવવામાંં આવી હતી તેવું તેમના ગાઢ સાંથીએ કહ્યું હતું.

મરાઠા સમાજને અનામત અપાવવા  જરાંગે પોતાના વતનના ગામ અંતરવાલી સરારીમાં  ભૂખહડતાળ પર બેઠા છે. જરાંગેએ પત્રકારોને કહ્યું  કે જો સરકાર અને સારવાર  બે દિવસમાં મરાઠા અનામતનો અમલ કરવો જોઇએ તેમ નહીં કરવામાં આવે તો હું પાછો ે મુંબઇ જઇશ અને ભૂખહડતાળ ચાલું રાખીશ.

 હું જ્યારે સૂતો હતો ત્યારે મને આઇવી ફલૂઇડ્સ આપનારા હવે મરાઠા અનામતના અમલીકરણ માટે જવાબ ાર છે'

 જો મારા સાથીઓએ આમ કર્યું હોય તો મરાઠા સમાજ માટે આરક્ષણ કેવી રીતે મળશે ? સરકાર તો બેસી રહેશે અને મજા લેશે. મારા પોતાના લોકો મને મરવા નહીં  ેશે તેવું તેઓ વિચારશે.'

જરાંગેના ગાઢ સાથી કિશોર મરકડે કહ્યું કે ડિહાઇડ્રેશનના કારણે જરાંગેની તબિયત કથળી હોવાથી ગ્રામવાસીઓએ ડોકટરની મદદ લીધી હતી.

એક વર્ષથી ઓછા સમયમાં જરાંગે ચોથી વાર ભૂખ હડતાળ  પર ઉતર્યા છે. માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો વડા પ્રધાન મોદીની મહારાષ્ટ્રમાં એક પણ સભાનું આયોજન થવા દેવામાં નહીં આવે તેવું જરાંગેએ કહ્યું હતું.


Google NewsGoogle News