Get The App

સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રા

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રા 1 - image


પરંપરાગત રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે

400થી વધુ જૈન સાધુ તથા સાધ્વીજીઓ જોડાશે,  15 બેન્ડ, 300 યુવકોની બાઈક રેલી

મુંબઈ :  સમગ્ર મુંબઈના જૈન સંઘોની સામૂહિક રથયાત્રા  આગામી તા. ૨૨મીના સવારે યોજાશે. સાઉથ મુંબઈના  ઓપેરા હાઉસથી ઓગસ્ટ ક્રાંતિ મેદાન સુધીની રથયાત્રામાં આશરે એક લાખ લોકો ઉમટે તેવી ધારણા છે. 

જૈન સાધુ મહારાજોના આશીર્વાદઅને પ્રેરણાથી શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા યોજાઈ રહેલી આ રથયા૬ા સવારે નવ કલાકે ઓપેરા હાઉસથી  શરુ થયા બાદ હ્યુજીસ રોડ, ભારતીય વિદ્યા ભવન, નાના ચોક વગેરે રાજમાર્ગો  પર ફરીને ઓગસ્ટ ક્રાંતિ મેદાન પર સવારે ૧૨ કલાકે પૂર્ણ થાય તેવું આયોજન છે. 

આ રથયાત્રાના મુખ્ય આકર્ષણોમાં પરમાત્માના સાત રથ, બે ઈન્દ્ર ધજા, ૨૪ અરિહંત પરમાત્માની પ્રતિકૃતિ, ૪૦૦થી અધિક સાધુ - સાધ્વીજી ભગંવતો, શતાધીક યુવા અને મહિલા મંડળો. ૬૪ ઇન્દ્રો, ૧૬ વિધા દેવીઓ, ૫૬ કુમારિકાઓ, ૧૦૮ ફૂટ લાંબો શાસન ધ્વજ, ૧૫થી વધારે જૈન બેન્ડ, તત્કાળ બનતી રંગોળીઓ, પ્રભુભક્તિ, વૈરાગ્ય, જીવદયા, શાસન પ્રભાવના અને મહાપુરુષોની યાદ અપવાતી રચનાઓ, ૧૦૦૮ શાસન ધ્વજધારી યુવાનોની પરેડ, ૩૦૦થી વધારે બાઇકની રેલી, દેવવિમાન દ્વારા પુષ્પવૃષ્ટિ, સકળ શ્રી સંઘને સુગંધિત અમીછાંટણા, સંપૂર્ણ રથયાત્રા દરમ્યાન મીઠાઇની પ્રભાવના અને પ્રીતિદાન તેમ જ જૈનત્વનું સન્માનની વૃદ્ધિ કરતી સેવ ભારત, સેવ હ્યુમિનિટી અને સેવ વર્લ્ડની પ્રતિકૃતિઓ, જૈનો દ્વારા ભારતના ઉત્થાનમાં આપવામાં આવેલા યોગદાનની પ્રતિકૃતિઓ, સંસ્કૃતિ, રાષ્ટ્ર સાથે ધર્મનો સમન્યવય કરતી અનેકવિધ પ્રતિકૃતિઓનો સમાવેશ થશે. 

આ ઉપરાંત પંચ પરમેષ્ઠીની યાદ અપાવે તેવી ૧૦૮ જૈનોની અનેરી ઝલક, વનવાસી, કચ્છી, ડાંગ, કલમબેલા, કેરળ, બીહુ ડાન્સ દર્શાવતી મંડળીઓ, વિશ્વની અનેક સાંપ્રત સમસ્યાઓ જેમ કે આતંકવાદ, ગરીબી, પર્યાવરણ નાશ, ભ્રષ્ટાચાર, શારીરિક - માનસિક રોગ, ભૂકંપ, ગ્લોબલ વોમગ, નારી અપમાન, અત્યાચાર અને  અન્ય  સમસ્યાઓનું ભગવાન મહાવીર દ્વારા અપાયેલા સમાધાનની ઝાંખીઓ દર્શાવતી અનેક પ્રતિકૃતિઓ પણ રથયાત્રામાં સામેલ હશે. 

 રથયાત્રા સંપન્ન થયે સાધમક ભક્તિનું આયોજન પણ રાખવામાં આવેલ છે. રસ્તામાં અનેક જગ્યાએ વરીયાળી, સાકરના શરબતો, કાચું ગાળેલું પાણી, ઉકાળેલું પાણી આદિની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષની યાત્રાને રેકોર્ડ બૂકમાં સ્થાન મળ્યું હતું.



Google NewsGoogle News