Get The App

પગપાળા જતા જૈન સાધુ-સાધ્વીને પોલીસ રક્ષણ અપાશે

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
પગપાળા જતા જૈન સાધુ-સાધ્વીને પોલીસ રક્ષણ અપાશે 1 - image


અકસ્માત ઉપરાંત પજવણી ટાળવા સૂચના

 રુટની આગોતરી જાણ કરવામાં આવશે પછી સંબંધિત સ્ટેશન દ્વારા રક્ષણ અપાશે

મુંબઇ :  પગપાળા વિહાર કરીને જતા જૈન સાધુ-સાધ્વીને પોલીસ રક્ષણ આપવામાં આવશે. માર્ગ અકસ્માતોનું જોખમ ન રહે  તેમજ  અસામાજિક તત્વોના સંભવિત હુમલા સામે રક્ષણ આપવા માટે મુંબઇના સ્પેશ્યલ પોલીસ કમિશનર દેવેન ભારતીએ આ આદેશ આપ્યો છે.

જૈન સાધુ-સાધ્વીઓ પગપાળા એક ગામથી બીજે ગામ જતા હોય છે  ત્યારે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ઉપરાંત ક્યારેક  અસામાજિક  તત્વોની હેરાનગતીનો પણ સામનો કરવો પડતો હોય છે. એટલે જ દેવેન ભારતીએ પોલીસ રક્ષણ પૂરૃ પાડવાનો આદેશ બહાર પાડયો છે. 

જૈન સાધુ-સાધ્વીઓના પગપાળા પ્રવાસના રૃટની પોલીસને આગોતરી જાણ કરવામાં આવ્યા પછી સંબંધિત પોલીસ સ્ટેશન તરફથી  રક્ષણ પૂરૃં પાડવામાં આવે એવી તાકીદ કરવામાં આવી છે.



Google NewsGoogle News