Get The App

જૈન યુવતી કવિતા બાડલાના અપહરણ અને હત્યા કેસમાં ચારેય આરોપીને જન્મટીપ

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
જૈન યુવતી કવિતા બાડલાના અપહરણ અને હત્યા કેસમાં ચારેય આરોપીને જન્મટીપ 1 - image


જોકે, આરોપીઓને ફાંસીની સજા આપવાની પિતાની માગણી

2016 માં 30  લાખની ખંડણી માટે અપહરણ કરાયું હતું, મૃતદેહ સૂટકેસમાં નાખી સળગાવી દેવાયો હતો

મુંબઈ-  માંવસઈ સેશન્સ કોર્ટે ગુરુવારે ૯ વર્ષ પહેલાં વિરારમાંથી કવિતા બાડલાના નામની જૈન યુવતીના અપહરણ, ખંડણી અને હત્યાના કેસમાં એક મહિલા સહિત ચાર લોકોને આજીવન કેદની સજા ફટકારી છે.  વર્ષ ૨૦૧૬ ના મે મહિનામાં કવિતાનું ૩૦ લાખ રૃપિયાની ખંડણી માટે અપહરણ કરવામાં આવ્યું હતું. એ બાદ ક્રતાપૂર્વક તેનો મૃતદેહ સૂટકેસમાં નાખીને સળગાવી દેવામાં આવ્યોહતો.  ૨૭ વર્ષની કવિતા બાડલા એક જોબ પ્લેસમેન્ટ કંપનીમાં કામ કરતી હતી. જ્યારે કવિતાના પિતા કિશનલાલ કોઠારી જ્વેલરી શોપમાં કામ કરતા હતા. ૧૫ મે ૨૦૧૬ના રોજ  કવિતાનું અપહરણ કરવામાં આવ્યું હતું. તે જ દિવસે તેની હત્યા પણ કરવામાં આવી હતી. એ બાદમાં તેના મૃતદેહને સૂટકેસમાં નાખીને દહાણુના કાસા રોડ પર આવેલા સાખરા ઘાટીમાં સળગાવી દેવામાં આવ્યો હતો. તેની હત્યા કર્યા બાદ આરોપીઓએ કવિતાના પિતા કિશનલાલ કોઠારીપાસેથી મોબાઈલ ફોન દ્વારા ૩૦ લાખ રૃપિયાની ખંડણી અને ૩ કિલો સોનાની માગણી કરી હતી. આ કેસમાં પાલઘરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરીને પચ્ચીસ વર્ષના મુખ્ય આરોપી મોહિત કુમાર ભગત અને તેના ૨૬ વર્ષના સાથીદાર રામઅવતાર શર્મા,પચ્ચીસ વર્ષના શિવકુમાર શર્મા, ૩૬ વર્ષના મનીષ વિરેન્દ્ર સિંહ અને ૩૫ વર્ષીય યુનિતા રવિની ધરપકડ કરી હતી. 

ચારેય આરોપીઓને  જન્મટીપ

વસઈની સેશન કોર્ટે ગુરુવારે આ કેસમાં ચુકાદો આપ્યો હતો. જેમાં કવિતાનું અપહરણ કરવા અને ખંડણી માંગવા, તેની હત્યા કરવા અને પુરાવાને નષ્ટ કરવા વગેરે તમામ પ્રકરણમાં ચાર આરોપીઓ દોષિત ઠર્યા હતા. હત્યા, પુરાવાનો નાશ કરવા વગેરે પ્રકરણમાં આરોપીઓને આજીવન કેદ અને પાંચ હજાર રૃપિયાનો દંડ ફટકારીને શિક્ષા આપી છે. તેમ જ મહિલા આરોપી યુનિતા સિંહને આજીવન કેદ અને કલમ ૩૮૬ હેઠળ ૫ વર્ષની અને કલમ ૨૦૧ હેઠળ ૩ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આરોપીઓએ આ સજા એકસાથે ભોગવવી પડશે. આ સિવાય કોર્ટે મૃતક કવિતાના પરિવારજનોને ૬૧ હજાર રૃપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. જસ્ટિસ એસ.વી. ખોંગલદ્વારા આ સજા સંભળાવવામાં આવી હતી. સરકારી વકીલ તરીકે એડ્. જયપ્રકાશ પાટીલે કોર્ટમાં દલીલો કરી હતી. આ કેસમાં કુલ ૫૩ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી.

પોલીસની ટીમે સ્ટ્રોગ અને ટેકનિકલ પુરાવા એકત્ર કર્યા..

કોર્ટે સંજોગજન્ય પુરાવા સ્વીકાર્યા હતા. એડવોકેટે જણાવ્યું હતું કે  મૃતક કવિતાની બહેન શીતલ કોઠારી, પિતા કિશનલાલ કોઠારીના નિવેદન, ટ્રેપ રિપોર્ટ, મૃતકના આરોપીના મોબાઈલ ટાવર લોકેશન અનેમોબાઈલનો સીડીઆર મહત્વપૂર્ણ બન્યોહતો.

ભુતપૂર્વ પોલીસ સુપ્રિટેન્ડેન્ટ શારદા રાઉત, લોકલ ક્રાઈમ બ્રાન્ચ પાલઘરના અશોક હોનમાને, આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સંદીપ શિવલે, હેડ કોન્સ્ટેબલ મુકેશ પવાર, સચિન દોરકર, મનોજ મોરે, અમોલ કોરે વગેરેની ટીમ દ્વારા આરોપીને પકડવામાં આવ્યા હતા. 

પોલીસ કોન્સ્ટેબલ સચિન દોરકરે આરોપીને પકડવા માટે ડ્રાઈવર બનાવીનેછટકું ગોઠવ્યું હતું. આ વિશે ભુતપૂર્વ પોલીસ સુપ્રિટેન્ડેન્ટ શારદા રાઉતના જણાવ્યા પ્રમાણે, અમારી પોલીસે સારું કામ કર્યું હતું. અમે આરોપીઓની ધરપકડ કરવા સાથે સ્ટ્રોગ અને ટેકનિકલ પુરાવા એકત્ર કરવા પર ભાર મૂક્યો હોવાથી આ સજા શક્ય બની છે અને પરિવાર સાથે કવિતાને પણ ન્યાય મળ્યો છે.ત્યારે આ પરિણામ ૯ વર્ષ પછી આવ્યું છે. પરંતુ, મૃતક કવિતાના પિતા કિશનલાલ કોઠારીએ આરોપીને ફાંસી આપવી જોઈતી હતી એવી માગણી પણ કરી છે.



Google NewsGoogle News