જાહ્વવી કપૂરે બીમારીમાંથી સાજા થયા પછી પોતાની આપવીતી જણાવી
અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ થઇ ત્યારે અપંગ અને લકવાગ્રસ્ત જેવી હાલતમાં હતી
મુંબઇ : જાહ્નવી કપૂરેને હાલમાં ફૂડ પોઇઝનિંગના કારણે મુંબઇની હોસ્પિટ્લમાં સારવાર માટે દાખલ થવું પડયું હતું અને સાજી થઇને ઘરે આવ્યા પછી અભિનેત્રીએ પોતાની બીમારીની આપવીતી જણાવી છે.
જાહ્વની હાલમાં ફૂડપોઇઝનિંગના કારણે અપચા થવાની તકલીફથી શરૃઆ ત થઇ હતી.મંગળવારે તે ચેન્નઇથી મુંબઇ આવી પહોંચી હતી. બુધવારે તેને શરીરમાં તકલીફ અન ેબેચેની થવા લાગ્યા હતા. ગુરુવારે તેની તબિયત વધુ ખરાબ થઇ જતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અભિનેત્રીએ ચેન્નઇ એપોર્ટ પર ખાવાનું ખાધું હતું જેના કારણે તેની તબિયત બગડી ગઇ ગોવાનું ેણે વિચાર્યું હતું. પરંતુ પછીથી તેની તકલીફ વધી ગઇ હતી, તેની પેટની સમસ્યા ઠીક થઇ ગઇ હતી. પરંતુ શરીરમાં અસહ્ય દુખાવો, ઠંડી પડવી અને નબળાઇ જેવી ઘણી તકલીફો વધી ગઇ હતી.
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તબીબી પરિક્ષણો પછી માલૂમ પડયું હતું કે, તેના લીવર એન્જાઇમનું પ્રમાણ વધુ પડતું વધી ગયું હતું જેનાથી ડોકટરો ચિંતામાં પડી ગયા હતા. તેના શરીરમાંની તકલીફ માટેના પરિક્ષણ ત્રણ-ચાર દિવસ કરવામાં આવ્યા હા. આ દરમિયાન જાહ્નવીએ પોતાને હેમસ્ટર વ્હીલ પર હોવાનું અનુભવ્યું હતું.
જાહ્નવીએ વધુમાં કહ્યું હતું કે હૈદરાબાદથી પ્લેનમાં બેસતા પહેલા જ તેને નબળાઇ આવી ગઇ હતી. તેને અપંગ અને લકવાગ્રસ્ત થઇ ગઇ હોવાની અનુભૂતિ થઇ હતી. તેનું શરીર આરામ માંગતું હતું અને તે બોલવા અને ચાલવા અને ખાવા જેવી સ્થિતિમાં પણ રહી નહોતી.પરિણામે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
તેણે વધુમાં કહ્યું હતું કે, હું મારી આ બીમારીથી એક વાત શીખી ગઇ છું કે, કામની સાથેસાથે શરીરનું પણ સમ્માન જાળવવું જોઇએ.