ભિડૂ શબ્દનો કમર્શિઅલ ઉપયોગ કરવા સામે જેકી કોર્ટમાં
અનિલ કપૂર અને અમિતાભ જેમ કોર્ટમાં ધા
કોઈ કમર્શિઅલ કાર્યક્રમમાં કે ટીવી શોમાં જેકી શ્રોફની નકલ નહીં કરી શકાય
મુંબઇ : જેકી શ્રોફે કેટલાય પરફોર્મર્સ સહિત અન્ય લોકો તથા સંસ્થાનોને પોતાના આગવી લઢણ સાથેના ભિડૂ શબ્દનો ઉપયોગ કરવા સામે દિલ્હી હાઈકોર્ટમાં ધા નાખી છે. પોતાની આગવી ઓળખ તથા પ્રચારને લગતા અધિકારોના સંરક્ષણ માટે અગાઉ અનિલ કપૂર તથા અમિતાભ બચ્ચન પણ કોર્ટમાં આવી અરજી કરી ચૂક્યા છે.
બોલીવૂડના પીઢ અભિનેતા જેકી શ્રોફેને ભિડ્ડુ બોલતા વારંવાર સાંભળવા મળ્યો છે.ભિડ્ડુ એક મરાઠી શબ્દ છે અને તેનો હિંદીમાં મતલબ જોડીદાર થાય છે. જેકી શ્રોફ ફિલ્મના પડદાથી લઇને સામાન્ય જિંદગીમાં પણ આ શબ્દનો વારંવાર ઉપયોગ કરતો હોય છે. શક્ય છે કે, લોકો પણ આ શબ્દનો ઉપયોગ કરતા હશે. પરંતુ હવે ભિડુ શબ્દનો ઉપયોગ જાહેરમાં કરવાથી કાયદાકીય ચુંગલમાં ફસાઇ જવાની શક્યતા છે.
જેકી દાએ મંગલવારે હાઇ કોર્ટમાં તેની સહમતિ વિના તેના નામ, તસવીરો, અવજા અને ભિડુ શબ્દના ઉપયોગ બદલ સંસ્થાઓ વિરુદ્દ કેસ દાખલ કર્યો છે.
અનિલ કપૂરે સપ્ટેમ્બર મહિનામાં દિલ્હી હાઇકોર્ટમાં પોતાની ઓળખના વ્યક્તિગત અધિકારોની રક્ષા કરતાં પોતાના નામ, અવાજ અથવા વ્યક્તિત્વ સાથે જોડાયેલો ઝકાસ શબ્દનો ગેરઉપયોગ બદલ રોક લગાવી હતી. એટલુ ંજ નહીં તેની ટીમે અદાલતને આવા શબ્દના ઉપયોગના ઉદાહરણો દર્શાવતી ૪૪ લિંકસ પણ સોંપી હતી. જેને બ્લોક કરવાનો આદેશ અપાયો હતો.
અમિતાભ બચ્ચને પણ એક જ્વેલરી કંપની સામે પોતાના સેલિબ્રિટી સ્ટેટસનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવા બદલ કોર્ટમાં કેસ કર્યો હતો.