બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલાં આઈવીએફ સેન્ટરો પર તવાઈ આવશે
રાજ્યના કાયદા લાગુ પાડવા રચાયેલા બોર્ડમાં નોંધણી ફરજિયાત
બોર્ડ દ્વારા નિયમિત ઈન્સ્પેકશન થશેઃ સરકારને આઈવીએફમાં પણ સરકારી વીમા યોજનાનો લાભ આપવા વિનંતી
મુંબઇ : મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (એઆરટી) અને સરોગસી પર રાજ્યના કાયદા લાગુ કરવા માટે એક બોર્ડની સ્થાપના કરી છે. સરોગેસી કે આઈવીએફ ટ્રીટમેન્ટ આપતાં તમામ સેન્ટરોએ આ બોર્ડમાં ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે. આ બોર્ડ દ્વારા સેન્ટરોનું સમયાંતરે ઈન્સ્પેકશન પણ થશે અને તમામ નીતિ નિયમોનો અમલ થાય છે કે કેમ તે સુનિશ્ચિત કરાશે.
નવાં રચાયેલાં બોર્ડની પહેલી બેઠક ગઈ તા. ૧૧મીએ મળી હતી. તેમાં તમામ જિલ્લા વહીવટીતંત્રો ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનોને તેમના સંબંધિત વિસ્તારોમાં આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી તથા સરોગેસી ટ્રીટમેન્ટ આપતાં સેન્ટરો પર દેખરેખ માટે સ્થાનિક કમિટીઓ બનાવવા તાકીદ કરાઈ હતી.
સરોગસી (રેગ્યુલેશન) એક્ટ ૨૦૨૧, જે ૨૫ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ અમલમાં આવ્યો હતો. જેમાં પરોપકારી સરોગસીને મંજૂરી અપાઈ છે, પરંતુ વ્યવસાયિક સરોગસી પર પ્રતિબંધ મુકાયો છે. આ અધિનિયમનો હેતુ દેશમાં રાષ્ટ્રીય સરોગસી બોર્ડ અને સત્તાવાળાઓ દ્વારા રાષ્ટ્રીય સ્તરે સરોગસીનું નિયમન કરવાનો છે.
આ કાયદા મુજબ, એઆરટી અને સરોગસી સેવાઓ આપતા તમામ સંસ્થાનોએ નોંધણી કરાવવી જરૃરી રહેશે. બોર્ડ દ્વારા આ સંસ્થાનોને એક અજોડ નંબર અપાશે. આ નંબરના આધારે તમામ સંસ્થાનોની નિયમિત તપાસણી કરી રીપોર્ટ પણ બનાવાશ.
રમિયાન, બોર્ડે આઈવીએફ ટ્રીટમેન્ટને સમાજના નબળા વર્ગો માટે પણ સુલભ બનાવવા રાજ્ય સરકારને મહાત્મા જ્યોતિબા ફુલે યોજના હેઠળ એઆરટી સારવારનો સમાવેશ કરવાની વિનંતી કરી છે.