એરપોર્ટ પર 12 કિલો સોના સહિત 8 કરોડની ચીજો જપ્ત
કોનટ્રાક્ટ પરના કર્મચારીની પણ સંડોવણી
કપડા, શરીરના અંગો, પાણીની બોટલ અંડરગારમેન્ટ, બેગમાં 12.47 કિલો સોનુ મળ્યું
મુંબઇ : મુંબઇના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ચાર દિવસના જુદા જુદા ઓપરેશન દરમિયાન ૧૨.૪૭ કિલો સોનુ, ઇલેક્ટ્રોનિક વસ્તુ સહિત રૃા. ૮.૩૭ કરોડ માલમત્તા જપ્ત કરી હતી. આ ઓપરેશન દરમિયાન દસની ધરપકડ કરાઇ હતી, એમ ઓફિસરે સોમવારે જણાવ્યું હતું.
શહેરની છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાસેથી કપડા, પાણીની બોટલ, બેગ, પ્રાઇવેટ પાર્ટમાં સંતાડવામાં આવેલું સોનુ મળી આવ્યું હતું.
એરપોર્ટ ખાતે કોન્ટ્રાક્ટ પર કામ કરતા શખસને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઇએસએફ) દ્વારા અટકાવવામાં આવ્યો હતો. પછી કસ્ટમ્સ અધિકારીને સોંપવામાં આવ્યો હતો. આ કર્મચારીની તપાસ કરતા પાણીની બોટલમાં ૨.૫૮ કિલો. સોનુ મીણ સ્વરૃપમાં હતું. આ કર્મચારીની ધરપકડ કરાઇ હતી.
અન્ય એક કિસ્સામાં દુબઇથી આવેલા ચાર ભારતીય નાગરિકને એરપોર્ટ પર શંકાના આધારે પકડવામાં આવ્યા હતા. તેમણે પહેરેલા કપડા, અંડરગાર્મેન્ટ અને પ્રાઇવેટ પાર્ટમાં સંતાડવામાં આવેલું ૩.૩૩૫ ગ્રામ સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું. આ ચારની ધરપકડ કરી જરૃરી કાર્યવાહી કરાઇ હતી.
આ ઉપરાંત એરક્રાફ્ટની સીટ નીચેની પાઇપમાંથી ૧.૫ કિલો વજનની સોનાની છ લગડી મળી આવી હતી. જ્યારે દુબઇ, મસ્કત, અબુધાબી, બહેરીન, જેદ્દાહથી આવેલા ૧૫ ભારતીય નાગરિકની તપાસ હાથધરી તેમના જીન્સના ખિસ્સા, અંડરગારમેન્ટ, ટ્રોલી બેગ, પ્રાઇવેટ પાર્ટમાંથી ૫.૩૨ કિલો સોનુ કબજે કરવામાં આવ્યું હતું.
ુબઇથી આવેલો એક ભારતીય પ્રવાસીની બેગમાંથી નવ આઇફોન, અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સહિત રૃા. ૧૪.૨૧ લાખની સામગ્રી મળી હતી.