દેવઆનંદની 110 ફિલ્મોમાં વપરાયેલી ચીજોનું લીલામ થશે

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
દેવઆનંદની 110 ફિલ્મોમાં વપરાયેલી ચીજોનું લીલામ થશે 1 - image


સદાબહાર સ્ટાઇલીશ એક્ટર

જૂના ફોટોગ્રાફ્સ, પોસ્ટરો, શો-કાર્ડ અને ગીતોની પુસ્તિકાનો સમાવેશ

મુંબઇ : સદાબહાર અને સ્ટાઇલીશ એક્ટર તરીકે ફિલ્મ શોખીનોના દિલમાં કાયમી છાપ છોડી ગયેલા દેવ આનંદની ૧૧૦ ફિલ્મોમાં વપરાયેલી અનેકવિધ ચીજોનું આઠ અને દસ ફેબુ્રઆરીએ ઓનલાઇન લીલામ થવાનું છે.

આ લીલામમાં દેવ આનંદની ફિલ્મો બાઝી, કાલાપાની, ગાઇડ, તેરે ઘરકે સામને, હરે રામા હરે કૃષ્ણા, જોની મેરા નામ વગેરે ફિલ્મોના દુર્લભ ફોટોગ્રાફ્સ, પોસ્ટરો, શોકાર્ડ, તેમ જ જૂની ફિલ્મોના ગીતોની નાની પુસ્તિકાઓ અને અન્ય  સામગ્રીનું સમાવેશ કરવામાં આવશે.

ઓક્શન યોજતી આ કંપનીએ ગયા વર્ષે સત્યજી રે, અમિતાભ બચ્ચન અને રાજ કપૂરની ફિલ્મોની ચીજ-વસ્તુનું લીલામ કર્યું હતું.



Google NewsGoogle News