દીપિકા બેબી બોયને જન્મ આપશે તેવી આગાહી થઈ

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
દીપિકા બેબી બોયને જન્મ આપશે તેવી આગાહી થઈ 1 - image


આ બાળક દીપિકા તથા રણવીર માટે લકી હશે

દીપિકા ૨૦૨૪માં પ્રેગનન્સી જાહેર કરશે તેવી આગાહી કરનારા જ્યોતિષીની જ ભવિષ્યવાણી

મુંબઇ,”  દીપિકા પદુકોણ એક બેબી બોયને જન્મ આપશે તેવી આગાહી થઈ છે. દીપિકા ૨૦૨૪માં પ્રેગનન્સી જાહેર કરશે તેવી આગાહી કરનારા જ્યોતિષીએ જ આ આગાહી કરી છે. 

જ્યોતિષીના જણાવ્યા અનુસાર આ સંતાન દીપિકા તથા રણવીર માટે બહુ  લકી પુરવાર થશે. તેના આગમન બાદ દીપિકા અને રણવીરને કેરિયર તથા અંગત જીવનમાં બહુ ફાયદો થશે. 

દીપિકા આગામી સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપે તેવી શક્યતા છે. દીપિકાએ મેટરનિટી લીવ પર જતાં પહેલાં સિંઘમ અગેઈન'માં તેના ભાગનું શૂટિંગ કરી લીધું છે.  



Google NewsGoogle News