એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માને ત્યાં આવકવેરા વિભાગના દરોડા, કરચોરીનો છે મામલો
NIAએ પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની ધરપકડ કરી હતી
IT Raid on Encounter Specialist Pradeep Sharma : આવકવેરા વિભાગના અધિકારીઓએ ટેક્સ ચોરીના કેસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા (Pradeep Sharma)ના મુંબઈ સ્થિત નિવાસ્થાને દરોડા પાડ્યા છે.
પૂર્વ પોલીસ અધિકારીના ઘરે દરોડા પાડવામાં આવ્યા
આવકવેરા વિભાગ (Income Tax Department)ના અધિકારીઓએ આજે મુંબઈના પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માના ઘરે દરોડા પાડ્યા હતા. સૂત્રો દ્વારા મળતા અહેવાલોમાં જણાવાયું છે કે આવકવેરા વિભાગના અધિકારીઓએ કરચોરીના કેસ (tax evasion case)માં આવકવેરા વિભાગના અધિકારીઓએ મુંબઈના અંધેરી વિસ્તારમાં પ્રદીપ શર્માના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
NIAએ પ્રદીપ શર્માની ધરપકડ કરી હતી
નોંધનીય છે કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટિલિયા નામના ઘરની બહાર વિસ્ફોટકો મુકવાના અને મનસુખ હિરેનની હત્યા કેસ (Mansukh Hiran murder case)માં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની ધરપકડ કરી હતી. આવકવેરા વિભાગના અધિકારીઓએ પ્રદીપ શર્માના ઘરે દરોડા પાડવા ઉપરાંત મહારાષ્ટ્રના બિઝનેસમેન ઘનશ્યામ દુબેના ઘરે પણ દરોડા પાડ્યા હતા.