સેલ ડીડમાં એમેનિટીઝ શરુ થવાની તારીખો જણાવવી ફરજિયાત

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
સેલ ડીડમાં  એમેનિટીઝ શરુ થવાની તારીખો જણાવવી ફરજિયાત 1 - image


મહારેરાની નવી જોગવાઈનો તા. 30મી જુલાઈથી અમલ

એમેનિટિઝમાં ફેરફાર માટે 3જા ભાગના ગ્રાહકોની મંજૂરી લેવી પડશે, લિફ્ટની સંખ્યા,  સ્પીડની વિગતો પણ આપવાની રહેશે

મુંબઈ :  ફલેટનો એરિયા અને વિશેષ સુવિધાઓ શરૃ કરવાની તારીખ જણાવવાનું ડેવેલોપર્સ માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ઓક્યુપન્સી સર્ટિફિકેટ (ઓ.સી.) કઈ તારીખથી મળશે તે પણ ડેવેલોપરે એગ્રીમેન્ટ ફોર સેલના બીડાણ- ૧માં જણાવવાનું રહેશે. તેવું મહારેરા (મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી) એક નિવેદનમાં તાજેતરમાં જણાવ્યું હતું.

બિલ્ડીંગ પ્રોજેક્ટ ડેવેલોપરે બાંધ્યો છે કે હસ્તગત કર્યો છે. એફએસઆઈ (ફલોર સ્પેસ ઈન્ડેક્સ)ની વિગતો આપવાનું પણ ડેવેલોપર માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

આ નિયમ ૩૦મી જુલાઈથી અમલમાં આવ્યો છે. મહારેરાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, 'એગ્રીમેન્ટ ફોર સેલના પર્ફોમમાં અને એગ્રીમેન્ટ ફોર સેલની નકલમાં બિલ્ડીંગમાંની સુવિધાઓ અને એમેનિટિસ અને/ અથવા કોમન એરિયા અને/ અથવા લેઆઉટ અને જરૃરી તારીખો જણાવવામાં નથી આવતા તેવું મહારેરાને જણાવ્યું છે.

મહારેરાના આ ઓર્ડરથી ઘર પૂરું કરવાની સમય મર્યાદા, એમેનિટિસ/ ફેસિલિટીસ અને કોમન એરિયા વિગેરે માહિતી ગ્રાહકોને મળશે અને તેમની ચિંતા દૂર થશે. ફલેટનો કબજો સોંપ્યા પછી વર્ષો સુધી સુવિધાઓ/ એમેનિટિસ અને/ અથવા કોમન એરિયાનો વાયદો પૂરો કરવામાં નહીં આવ્યો હોય તેવા કિસ્સાઓ બનતા હતા.  આ બાબતોમાં ફેરફાર કરવા ઓછામાં ઓછા બે તૃતીયાંશ ફલેટ માલિકોની આગોતરી લેખિત પરવાનગી લેવી પડશે તેવું  રિયલ એસ્ટેટ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું. 

સ્વીમીંગ પુલ, બેડમિન્ટન કોર્ટ, ટેનિસ કોર્ટ, થિયેટર, જિમનેઝિયન, ટેબલ ટેનિસ કોર્ટ, સ્કવોશ કોર્ટ વિગેરે સુવિધાઓ સામાન્ય રીતે આપવામાં આવતી હોય છે. લિફટની સંખ્યા, ક્ષમતા અને સ્પીડ વિગેરે વિગતો પણ જણાવવી પડશે. આ વિગતો એનેકઝર-વનમાં જણાવવી પડશે તેવું મહારેરાના આદેશમાં જણાવવામાં આવ્યું છે.

એનેકઝર વનમાં આપેલા તમામ કલોઝ નોન નેગોશિયેબલ છે એટલે કે પ્રમોટર ખોટા, ઠાલા વાયદાઓ આપી નહીં શકે તેવા નિર્દેશ મહારેરાએ આપ્યા છે.

ડેવલપર્સ સંગઠનોના સૂત્રોએ આ જોગવાઈને આવકારતાં કહ્યું હતું કે તેનાથી ડેવલપર્સ પર ગ્રાહકોનો ભરોસો  સુદૃઢ બનશે.



Google NewsGoogle News