મુંબઈમાં વરસાદી માહોલમાં હજારો ગણેશમૂર્તિઓનું વિસર્જન
ગણપતિ બાપ્પા મોરયા... અગલે બરસ તું જલ્દી આ
મુંબઇ : મુંબઈમાં ગત મંગળવારે ગણપતિ બાપ્પાના ઉત્સાહભેર આગમન બાદ વરસાદની વચ્ચે ગણેશ ભક્તોએ પાંચ દિવસના ગણપતિનું વિસર્જન કર્યું હતું. આજે સાંજે છ વાગ્યા સુધી મુંબઈમાં કુલ ૮૧૯૮ ગણેશમૂર્તિઓનું વિસર્જન ઉત્સાહભેર પાર પાડયું હતું. મુંબઈના નૈસર્ગિક ઉત્સાહભેર પાર પાડયું હતું. મુંબઈના નૈસર્ગિક વિસર્જન સ્થળોએ ગણેશભક્તોની ભારે ભીડ હતી. ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચા વરસી લઉકરીયા એવા ગગનભેદી નારા ગૂંજતા હતા.
મુંબઈમાં નૈસર્ગિક તથા કૃત્રિમ તળાવોમાં ગણેશભક્તોએ ગણેશમૂર્તિનં વિસર્જન કર્યું હતું. આજે સાંજે છ વાગ્યા સુધી કરાયેલા ૮૧૯૮ ગણેશમૂર્તિના વિસર્જન પૈકી ઘરગથ્થું ૭૩૯૮ મૂર્તિ, સાર્વજનિક ગણેશોત્સવ મંડળના ૬૧ અને ગૌરીની ૭૩૯ મૂર્તિનું વિસર્જન કરાયું હતું.
શહેરમાં લગભગ ૧૯૬ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. આજે કરાયેલા ગણેશમૂર્તિના વિસર્જન પૈકી કૃત્રિમ તળાવમાં કુલ ૩૪૪૮ મૂર્તિઓનું વિસર્જન થયું હતું. તેમાં ઘરગથ્થુના ૩૧૧૯ મૂર્તિ, સાર્વજનિક ગણેશોત્સવ મંડળની ૨૯ મૂર્તિ અને ગૌરી ૩૦૦ મૂર્તિનું વિસર્જનનો સમાવેશ થાય છે.
આજે વરસાદી માહોલ વચ્ચે પાંચ દિવસ ગણેશગૌરી વિસર્જનને ધ્યાનમાં રાખીને વિસર્જન સ્થળો, બીચ તેમ જ કૃત્રિમ તળાવ વિસ્તારમાં પાલિકાના કર્મચારી અને પાકો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.