Get The App

એર કાર્ગો મારફતે ડ્રગના કારોબારમાં એરપોર્ટ અધિકારીઓની સંડોવણી

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
એર કાર્ગો મારફતે ડ્રગના કારોબારમાં એરપોર્ટ અધિકારીઓની સંડોવણી 1 - image


જેલમાં બંધ કુરિયર કંપનીના રાણેએ ઈડી સમક્ષ મોઢું ખોલ્યું

રાણે અધિકારીઓની મદદથી કાર્ગો ખોટી રીતે ડિક્લેર કરાવી  પ્રતિબંધિત ડ્રગ્સ ઓસ્ટ્રેલિયા બ્રિટન અને યુએઇમાં મોકલતો હતો

મુંબઇ :  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ તાજેતરમાં ડ્રગ  માફિયા અલી અસગર શિરાઝીના નજીકના સહયોગી મનાતા વિજય રાણેનું નિવેદન નોંધ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર તળોજા જેલમાં બંધ વિજય રાણે એક કુરિયર કંપની ચલાવતો હતો જે ઓસ્ટ્રેલિયા બ્રિટન અને યુએઇમાં દવાની આડમાં પ્રતિબંધિત ડ્રગ્સ મોકલવાનું કામ કરતો હતો. રાણેએ પોતાના નિવેદનમાં એક કાર્ગો દ્વારા ડ્રગના કારોબારમાં એરપોર્ટના અધિકારીઓની સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો હોવાનું કહેવાય છે.

મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના એન્ટિએક્સટોર્શન સેલે માર્ચ મહિનામાં અંધેરી (ઇ)માં આવેલી કુરિયર કંપની પર દરોડો પાડયો હતો અને રૃા. ૭.૮ કરોડની કિંમતનું ૧૫.૭૪ કિલો ડેટામાઇન અને રૃા. ૫૮.૩૧ લાખની કિંમતની પ્રતિબંધિત ડ્રગની ૨૩,૪૧૦ સ્ટ્રીપ્સ જપ્ત કરી હતી. આ પ્રકરણે હાલ ૨૧થી ૨૩ ડિસેમ્બર વચ્ચે ઇડીએ પણ વિશેષ પીએચએલએ કોર્ટની પરવાનગી સાથે રાણેનું નિવેદન નોંધ્યું હતું.

આ સંદર્ભે સૂત્રોના જણાવ્યાનુસાર રાણેએ ખુલાસો કર્યો હતો કે સિન્ડિકેટમાં તેમની ભૂમિકા વ્યવસાયના કુરિયરના ભાગ સુધી જ સિમિત હતી. તેણે કહ્યું હતું કે કૈલાશ રાજપૂત ડ્રગ્સ  રિંગનો મુખ્ય કિંગપિન હતો અને શિરાઝી પણ તેના પાસેથી સૂચનાઓ લેતો હતો. શિરાઝીએ ગુજરાતમાંથી ડ્રગ્સ મંગાવીને રાણેને માલ મોકલ્યો હતો. સૂત્રોનુસાર રાણેની કંપની એરપોર્ટ અધિકારીઓની મદદથી કોર્ગોને ખોટી રીતે જાહેર (ડિક્લેર) કરી આ પ્રતિબંધિત વસ્તુઓને વિદેશ મોકલતો હતો. સૂત્રોનુસાર, રાણેએ સિન્ડિકેટમાં મુખ્ય ભૂમિકા ભજવનાર એરપોર્ટ સંબંધિત અધિકારીઓ સહિત અનેક વ્યક્તિઓની ઓળખ જાહેર કરી હતી.

આ માહિતી ચાલુ તપાસનો એક ભાગ હોવાથી તેને  હાલ ગુપ્ત રાખવામાં આવી છે. તાજેતરમાં ઇડીએ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં શિરાઝી કૈલાશ રાજપૂત અને અન્ય લોકો સાથે જોડાયેલા મુંબઇના વિવિધ સ્થળોએ દરોડા પાડયા હતા. સર્ચ દરમિયાન અધિકારીઓએ ૫.૫ લાખની રોકડ અને રૃા. ૫૭.૧૧ લાખનું સોનું જપ્ત  કર્યું હતું. 

વધુમાં મોબાઇલ ફોન અને લેપટોપ સહિત વિવિધ ડિજિટલ ઉપકરણો તેમજ ગુનાહિત રેકોર્ડસ રિકવર કરવામાં આવ્યા હતા. આ બાબતની તપાસના આધારે ઇડીએ પીએનએલએ (પ્રિવેન્શન ઓફમની લોન્ડરિંગ એકટ) કોર્ટમાં અરજી દાખલ કરીને રાણેની પૂછપરછ કરવાની પરવાનગી માગી હતી.

 કૈલાશ રાજપૂતના ભાઇ કમલ રાજપૂતની પણ મુંબઇ પોલીસે ડ્રગ્સની હેરાફેરીમાં ધરપકડ કરી હતી. યુકેમાંથી કૈલાશ રાજપૂતના પ્રત્યાર્પણ માટે એજન્સીના પ્રયાસોમાં આ કેસ મહત્વની ભૂમિકા ભજવશે તેની અપેક્ષા છે. કેન્દ્રીય એજન્સીઓએ પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૃ કરી છે અને તે સીબીઆઇના સંપર્કમાં છે જે દેશમાં ઇન્ટરપોલ તરીકે સેવા આપે છે પૂછપરછ દરમિયાન, રાણે અને શિરાઝી સહિત અન્ય આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ લાંબો સમયથી ઓસ્ટ્રેલિયા અને યુકેમાં કેટામાઇન સપ્લાય કરતા અને દર મહિને ઓછામાં ઓછા ૧૦ કિલોની દાણચોરી કરતા હતા. આ મામલે પોલીસે કોર્ટલ સાથે કથિત રીતે કાવતરું ઘડવા બદલ ત્રણ કસ્ટમ એજન્ટોની પણ ધરપકડ કરી છે.



Google NewsGoogle News