લોનાવલાના બંગલોમાં પોર્નફિલ્મ બનાવતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
લોનાવલાના બંગલોમાં પોર્નફિલ્મ બનાવતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ 1 - image


દેશભરમાંથી પાંચ યુવતી સહિત 18 આરોપીની સંડોવણી

સોશિયલ મીડિયા સાઈટ્સ પર પ્રસારિત કરતા હતા

મુંબઈ: લોનાવલામાં ભાડાના બંગલોમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે પોર્ન ફિલ્મો બનાવવાની આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કોલકાત્તા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણામાંથી પાંચ યુવતી સહિત ૧૮ આરોપી પોર્ન ફિલ્મ રેકેટમાં સંડોવાયેલા હતા.

આ મામલામાં બંગલોના કેરટેકર સહિત ૧૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લોનાવલા ગ્રામિણ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર કિશોર ધુમાળે જણાવ્યું હતું કે 'પાટણ ગાવમાં આર્ણવ વિલા બંગલોમાં પોર્ન ફિલ્મ- વીડિયોનું શૂટીંગ કરવામાં આવતું હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે બંગલોમાં દરોડો પાડયો હતો.

દરમિયાન દેશના જુદા જુદા રાજ્યમાંથી આવેલા યુવક- યુવતી અશ્લીલ વીડિયો બનાવતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. આ પોર્ન ફિલ્મ વિવિધ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન પર અપલોડ કરવામા ંઆવતી હતી.

આ અશ્લીલ વીડિયો જોવા સબસ્ક્રીપ્શન ચાર્જિસ વસૂલી ગેરકાયદેસર રીતે લાખો રૂપિયાની કમાણી કરવામાં આવતી હતી. પોલીસે બંગલોમાંથી પોર્ન વીડિયો શૂટ કરવા માટે ઉપયોગમાં લેવાતા બે કેમેરા, અન્ય સામગ્રી સહિત રૂ.૬.૭૨ લાખની માલમત્તા જપ્ત કરી હતી. આ બંગલો રૂ.૩૦ હજારમાં ભાડા પર આપવામાં આવ્યો હતો.

આ મામલે પોલીસે કોલકત્તાના વિષ્ણુ (ઉં.વ.૩૦), ઉત્તર પ્રદેશના જાવેદ (ઉં.વ.૩૫), દિલ્હીના અલકા (ઉં.વ.૨૩), ઉત્તર પ્રદેશની નેહા (ઉં.વ.૩૮), દિલ્હીની રિયા (ઉં.વ.૨૧), ચંદ્રપુરના બુધ્ધસેન (ઉં.વ.૨૯), ઉત્તર પ્રદેશના સમીર (ઉં.વ.૨૬), કાંદિવલીના અનુપ (ઉં.વ.૨૯), હરિયાણાના રામકુમાર (ઉં.વ.૨૧), થાણેના વિના (ઉં.વ.૩૨), સુરતના મેકઅપ આર્ટીસ્ટ અનિકેત (ઉં.વ.૧૯), દહેરાદુનના વંશજ (ઉં.વ.૨૧) બંગલોના કેરટેકર સહિત ૧૮ જણ સામે કલમ ૨૯૨, ૨૯૩, ૩૪, આઈટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.


Google NewsGoogle News