Get The App

મહારાષ્ટ્રમાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાનને સંડોવાયેલા હોવાનો ઈન્કવાયરી રિપોર્ટમાં આક્ષેપ

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાનને સંડોવાયેલા હોવાનો ઈન્કવાયરી રિપોર્ટમાં આક્ષેપ 1 - image


સોલાપુર ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કોઓપરેટીવ  બેંકમાં રૃ.238 કરોડનું  કૌભાંડ

વર્ષ 2018માં આરબીઆઈએ બેંકના બોર્ડને વિખેરી કાઢયું હતું

મુંબઈ :  મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુક્ય પ્રદાન વિજયસિંહ મોહિતે પાટીલ અને ભૂતપૂર્વ પ્રધાન દિલીપ સોયલ સહિત સંખ્યા બંધ લોકોને એક બેંક કૌભાંડમાં  કથિત રીતે સંડોવાયેલા હતા તેવો આક્ષેપ એક ઈન્કવાયરી રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ વિધાનસભા ચૂંટણી અગાઉ જાહેર કરાયો હતો.  સોલાપુર  ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ  કોઓપરેટિવ બેંકને રૃ.૨૩૮ કરોડનું નુકસાન ગેરરીતિઓને પગલે થયું હતું તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે લોન વહેંચણીમાં  ગેરરીતિઓસ લોન રિકવરી પર્યાપ્ત થઈ ન હોવાથી અને બેંકના ગેરવહીવટના પગલે નુકસાન થયું હતું. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વર્ષ ૨૦૧૮માં બેંકના બોર્ડને વિખેરી નાખ્યું હતું.  મહારાષ્ટ્રના સહકારી વિભાગે સરકારી સોસાયટીઓના નિવૃત્ત  એડિશનલ રજિસ્ટ્રાર ડો.કિશોર તોશનીવાલની આ મામલામાં તપાસ અધિકારી તરીકે નિમણૂક કરી હતી ૨૦મી નવેમ્બરે  યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના  થોડા દિવસ અગાઉ ૮મી નવેમ્બરે રાજ્ય સરકારને ઈન્કવાયરી રિપોર્ટ સોંપ્યો હતો.

બેંકના ૩૨ ડિરેકટર બે અધિકારી અને એક ઓડિટરને  રૃ.૨૩૮.૪૩ કરોડના  નુકસાન માટે જવાબદાર ગણ્યા હતા.  બેંકને  થયેલા નુકસાન માટે જવાબદાર લોકો પાસેથછી સમગ્ર રકમ મેળવવાની ભલામણ ઈન્કવાયરી રિપોર્ટમાં  કરવામાં આવી છે.

વિજયસિંહ મોહિતે પાટિલના પુત્ર રણજીત સિંહ ભાજપના એમએલસી (વિધાનપરિષદના સભ્ય) છે પણ તાજેતરની વિધાનસભાની  ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રામ સાતપુતે સામે પ્રચાર કર્યો હતો. દિલીપ સોયલે  શિવસેના (ઉધ્ધવ ઠાકરે)ના ઉમેદવાર તરીકે સોલાપુરના બાર્શીથી ચૂંટણી લડી હતી અને જીત્યા હતા માલશિટસ બેઠક પરથી ભાજપના રામ સાતપુતે હારી ગયા હતા અને એનસીપી (શરદ પવાર)ના ઉમેદવાર ઉત્તમરાવ જાનકર ચૂંટણી જીત્યા હતા. 

વિજયસિંહે મોહિતે પાટીલ, દિલીપ સોયલ, વરિષ્ઠ વિધાનસભ્ય  બબનરાવ શિંદે અને સંજય શિંદે જેવા જાણીતા નેતાઓના નામોનો તપાસ રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વિધાનસભા ચૂંટણીના થોડા દિવસ અગાઉ રિપોર્ટ બહાર પાડવાંમાં આવ્યો તે સૂચક છે  અને સરકારના ઈરાદાઓ બાબતમાં અટકળોને વેગ મળ્યો હતો.

વિધાનસભા ચૂંટણીમાં ભાજપને નુકસાન થાય તેવી પ્રવૃત્તિઓ કરનારા વિજયસિંહ મોહિતે પાટીલને રૃ.૩૦.૦૫ કરોડના નુકસાન માટે અને સોયલને રૃ.૩૦.૨૭ કરોડના નુકસાન માટે રિપોર્ટમાં જવાબદાર ગણાવવામાં આવ્યા છે.



Google NewsGoogle News