ચુકાદામાં વિલંબનું કારણ આરટીઆઈ હેઠળ માહિતી ગણાય નહીં: હાઈકોર્ટ
સીઆઈસીએ લાદેલા 25 હજારના દંડનો આદેશ રદબાતલ કરાયો
આરટીઆઈના કાયદાની કલમ ટાંકી : બાર કાઉન્સિલના સચિવે અપેલા કારણની અવગણના બદલ સીઈસીની ટીકા પણ કરી
મુંબઈ : માહિતી અધિકાર કાયદા (આરટીઆઈ) હેઠળ કેસનો ચુકાદો આપવામાં અથવા નિર્ણય લેવામાં વિલંબનું કારણ માહિતી ગણી શકાય નહીં અને આથી આરટીઆઈ અરજીમાં કારણ પૂછી શકાય નહીં, એમ બોમ્બે હાઈ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતુંં.
વકીલ સામે દાવેદારે કરેલી ફરિયાદમાં વિલંબમાં પડેલા નિર્ણયનું કારણ જણાવવામાં નિષ્ફળ જવા બદલ સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન (સીઆઈસી)એ બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર અને ગોવા (બીસીએમજી)ના સચિવ પર રૃ. પચ્ચીસ હજારનો દંડ લાદતા આદેશને ન્યા. સોનાક અને ન્યા. જૈનની બેન્ચે રદ કરતો આદેશ આપ્યો હતો.
આરટીઆઈ કાયદાની કલમ ટુ એફનો ઉલ્લેખ કરીને કોર્ટે માહિતીની વ્યાખ્યામાં રેકોર્ડ, દસ્તાવેજ, મેમો, ઈમેઈલ, મંતવ્ય, સલાહ, અખબારી યાદી, પરિપત્રક, આદેશો, લોગબુક, કરાર, રિપોર્ટ, પેપર, સેમ્પલ, મોડેલ, ડેટા મટિરીલ જે કોઈ પણ ઈલેક્ટ્રોનિક સ્વરૃમા ંહોય છે અને ખાનગી સંસ્થા સંબંધી માહિતી જાહેર સંસ્થા કોઈ અન્ય કાયદા હેઠળ મેળવી શકે છે.
આથી વિલંબનું કારણ કાયદા હેઠળ અપાયેલી માહિતીની વ્યાખ્યામાં ગણાતું નથી. કારણ ઘણા કેસોમાં સંજોગો પર નિર્ભર હોય છે. આથી સંબધીત વકિલ સામેની પ્રાથમિક તપાસનો નિકાલ લાવવામાં ત્રણ વર્ષના વિલંબનું કારણ દાવદાર માગી શકે નહીં, એમ કોર્ટે રેકોર્ડ કરીને આદેશ આપ્યો હતો.
દાવેદાર રોજનામા માટે અરજી કરી શકે છે અને આથી તપાસનો નિકાલ કરવામાં વિલંબનું કારણ જાણવાનો પ્રયાસ કરી શકે છે એમ જજે જણાવ્યું હતું.
પરિવારમાં દેહાંત થયું હોવાનું ટાંકીને આદેશ નહીં આપવા પાછળનો ખુલાસો સચિવે આપ્યો હોવા છતાં સીઆઈસીએ તેને અવગણીને દંડ લાદતો આદેશ આપ્યો હતો જે અપાવો જોઈતો ન હોતો એમ કોર્ટે નોંધ કરી હતી.