મોંઘવારીનો શોકઃ તમામ વીજ કંપનીઓના બિલોમાં વધારો
ટાટા, બેસ્ટ, મહાવિતરણ તમામના દરોમાં પહેલી એપ્રિલથી વધારાનો અમલ
મુંબઇ : પહેલી એપ્રિલ ૨૦૨૪થી વીજળીના દરમાં વધારો લાગુ થવાથી ગ્રાહકોએે વધુ રકમ ચૂકવવી પડશે. ટાટા પાવરના ગ્રાહકોએ લગભગ ૪૪થી ૫૯ ટકા અને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ (એમએસઇડીસીએલ)ના ગ્રાહકોએે ૫.૭ ટકા વધુ રકમ ચૂકવવી પડશે. એમએસઇડીસીએલના ઘરગથ્થુ ગ્રાહકો જો ૧૦૦ યુનિટ પ્રતિ મહિનાનો વપરાશ કરે તો તેમણે ૩૦ પૈસા પ્રતિ યુનિટ વધુ ચૂકવવાના રહેશે.
૧૦૦ યુનિટ સુધીના વપરાશ માટે ટાટા પાવરમા ં૧.૯૯ રુપિયા, મહાવિતરણમાં ૩૦ પૈસા, બેસ્ટમાં ૧૫ પૈસા વધ્યા
૧૦૧થી ૩૦૦ યુનિટ વપરાશ કરનારા ઘરગથ્થુ ગ્રાહકોએ ૬૫ પૈસા વધુ અને ૩૦૧થી ૫૦૦ યુનિટનો ઉપયોગ કરનારાને ૯૪ પૈસા વધુ જ્યારે ૫૦૦ યુનિટથી વધુ વીજળીનો ઉપયોગ કરનારાઓને ે પ્રતિ યુનિટ રૃા. ૧૦૭ વધુ ચૂકવવા પડશે.
મુંબઇના પરાંઓમાં રહેતા ટાટા પાવરના ગ્રાહકોએ બિલની સૌથી વધુ રકમ ચૂકવવી પડશે. ૧૦૦ યુનિટ સુધીનો વપરાશ કરનારા ઘરગથ્થુ ગ્રાહકોએ રૃા. ૧.૯૯ વધુ, ૧૦૧થી ૩૦૦ યુનિટ માટે રૃા. ૨.૬૯ વધુ, ૩૦૧થી ૫૦૦ યુનિટ માટે રૃા. ૫.૩૩ પ્રતિ યુનિટ વધુ, અને ૫૦૦ યુનિટથી વધુનો વપરાશ કરનારાઓ પર પ્રતિ યુનિટ વધુ ૪૪ ટકાથી ૫૯ ટકાનો સૌથી વધુ બોજ પડશે.
ટાટા પાવરના ગ્રાહકોની સંખ્યા લગભગ ૭.૫ લાખ છે. બેસ્ટના ૧૦૦ યુનિટ સુધી વપરાશ કરનારા ઘરગથ્થુ ગ્રાહકોએ ે પ્રતિ યુનિટ ૧૫ પૈસા વધુ, ૧૦૧થી ૩૦૦ યુનિટ સુધી ૩૯ પૈસા વધુ, ૩૦૧થી ૫૦૦ યુનિટ માટે ૯૦ પૈસા વધુ, અને ૫૦૦ યુનિટથી વધુ વાપરનારાઓ પર રૃા. ૧.૧૦ પ્રતિ યુનિટ વધુ ચૂકવવા પડશે.
બેસ્ટના કુલ ૧૦.૫૦ લાખ ગ્રાહકો છે જેમાં રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઔદ્યોગિક કન્ઝ્યુમર્સનો સમાવેશ થાય છે. અદાણીના ઘરગથ્થુ ગ્રાહકોએ ે પ્રતિ યુનિટ ૧૦૦ના વપરાશ સુધી ફક્ત નવ પૈસા પ્રતિ યુનિટ વધુ ચૂકવવા પડશે. ૧૦૧થી ૩૦૦ યુનિટ સુધી ૨૪ પૈસા વધુ, ૩૦૧ થી ૫૦૦ યુનિટ સુધી ફક્ત ૪ પૈસા વધુ અને ૫૦૦ યુનિટથી વધુનો વપરાશ કરનારાઓને અગાઉ ટેરિફ કરતા પૈસો ઓછો ચૂકવવો પડશે.
પાવર સેક્ટરના એક નિષ્ણાતે કહ્યું કે થોડા વર્ષ અગાઉ ટાટા પાવરના કમર્શિયલ અને ઔદ્યોગિક કન્ઝ્યુમર્સના ટેરિફનો દર ઉંચો રાખવામાં આવ્યો હતો અને ઘરગથ્થુ ગ્રાહકોનો ટેરિફ ઓછો રાખવામાં આવ્યો હતો. અને કમર્શિયલ અને ઔદ્યોગિક ગ્રાહકો વધુ બોજ સહન કરતા હતા. હવે ટાટા પાવરના કમર્શિયલ અને ઔદ્યોગિક ગ્રાહકોનો ટેરિફ ઘટાડવામાં આવ્યો છે. આથી તેમનો બોજ ઘટયો હતો પરિણામ સ્વરૃપ ઘરગથ્થુ ગ્રાહકો પર વધુ બોજ આવી પડયો છે. વીજળી ગ્રાહકોની એક સંસ્થાના પ્રમુખે કહ્યું છે કે એમએસઇડીસીએલના ગ્રાહકો સરેરાશ ૫.૭ ટકા વધુ ચૂકવશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જો કે આ કંપની ફ્યુલ એડજસ્ટમેન્ટ ચાર્જ (એફએસી) ઉનાળામાં લાગુ કરે તો ગ્રાહકો પરનો બોજ વધશે.
વીજ ટેરિફમાં વૃદ્ધિથી મધ્યમ વર્ગને મોટો ઝટકો
વધેલા વીજદરની સમીક્ષા કરવા કેઇટની માગણી
ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓ, નાના વેપારીઓને આ વૃદ્ધિ બહુ મોટો બોજ બનશે
ચૂંટણીના વાતાવરણમાં મહારાષ્ટ્રની પ્રજાને વીજદર વધારાથી મોટો ફટકો પડયો છે તેવું કોન્ફેડેરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઇટ)ના મહારાષ્ટ્ર પ્રદેશના મહામંત્રી અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે વીજળીના વધેલા ટેરિફના પ્રતિભાવમાં કહ્યું હતું.
થી વધુ બોજ મધ્યમવર્ગના લોકો પર પડશે તેવું તેમણે કહ્યું હતું. ઓછી આવક ધરાવતા વર્ગને સરકારની ઘણી યોજનાઓનો લાભ મળે છે જ્યારે મધ્યમ વર્ગને કોઇ ફાયદો મળતો નથી. ઘરમાં નાના મોટા યુનિટ ચલાવી ઉત્પાદન કરતી મહિલાઓ અને નાના વેપારીઓ મધ્યમ વેપારીઓને અચાનક જ ૨૦ ટકા સુધીની વૃદ્ધિ ભારે પડશે તેવું તેમણે કહ્યું હતું. સરકારે વધેલા વીજદરની સમીક્ષા કરવી જોઇએ તેવી તેમણે કહ્યું હતું.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને પાવર મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે ઓછી આવકવાળા વર્ગને ટેરિફ વૃદ્ધિનો બોજ પડશે નહીં.