ઇન્દોર સતત સાતમીવાર સૌથી સ્વચ્છ શહેર, રાજ્યોમાં મહારાષ્ટ્ર પહેલાં નંબરે

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
ઇન્દોર સતત સાતમીવાર સૌથી સ્વચ્છ શહેર, રાજ્યોમાં મહારાષ્ટ્ર પહેલાં નંબરે 1 - image


સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડસનું 2023 નું રાષ્ટ્રપતિને હસ્તે વિતરણ

88 સ્વચ્છ ગંગા શહેરોની યાદીમાં પ્રથમ ક્રમે વારાણસી 

ઇન્દોરની સાથે સુરત પણ  પ્રથમ ક્રમે, એકલાખ કરતાં ઓછી વસ્તી ધરાવતાં શહેરોમાં મહારાષ્ટ્રનું સાસવડ પ્રથમ 

મુંબઈ - કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડસ ૨૦૨૩ના ગુરૃવારે જાહેર થયેલાં પરિણામોમાં ઇન્દોર સતત સાતમા વર્ષે દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું છે તો સુરતને પણ ઇન્દોરની સાથે પ્રથમ ક્રમ મળ્યો છે. જ્યારે નવી મુંબઇએ ત્રીજો ક્રમ જાળવી રાખ્યો છે. દેશના સૌથી સ્વચ્છ રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ કેટેગરીમાં પ્રથમ ક્રમ મહારાષ્ટ્ર્ને મળ્યો છે તો બીજા ક્રમે મધ્યપ્રદેશ અને ત્રીજા ક્રમે છત્તીસ ગઢ રહ્યું છે. ગયા વર્ષે મધ્યપ્રદેશ સૌથી સ્વચ્છ રાજ્ય જાહેર થયું હતું. 

સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં છેલ્લા ત્રણ શહેરો પશ્ચિમ બંગાળના છે. માધ્યમગ્રામને ૪૪૪મું સ્થાન, કલ્યાણીને ૪૪૫મું સ્થાન અને હાવરાને ૪૪૬મું સ્થાન મળ્યું છે. રાજ્યોમાં પણ છેલ્લા ત્રણ સ્થાન રાજસ્થાન, મિઝોરમ અને અરૃણાચલ પ્રદેશને મળ્યા છે. 

એક લાખથી ઓછી વસ્તી ધરાવતાં શહેરોમાં મહારાષ્ટ્રના સાસવડને દેશમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ ક્રમ મળ્યો છે. બીજા ક્રમે છત્તીસગઢનું પાટણ અને ત્રીજા ક્રમે મહારાષ્ટ્રનું લોનાવાલા છે. જ્યારે છેલ્લા ક્રમે નાગાલેન્ડનું પુંગરો શહેર છે. ૮૮ સ્વચ્છ ગંગા શહેરોની યાદીમાં પ્રથમ ક્રમે વારાણસી છે એ પછી પ્રયાગરાજ, બિજનૌર, હરિદ્વાર, કન્નોજ, પટણા, ઋષિકેશ, કાનપુર, રાજમહલ  અને શાહીગંજ છે.આ યાદીમાં છેલ્લું સ્થાન છપરાંને મળ્યું છે. 

સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ બોર્ડઝમાં મધ્યપ્રદેશનું મઉ પ્રથમ સ્થાને છે એ પછી દેવલાલી અને અમદાવાદનું સ્થાન છે. રાષ્ટ્રપતિ   દ્રૌપદી મૂર્મુએ વિજેતાઓને એવોર્ડસ વિતરિત કર્યા હતા અને આ સમારોહમાં કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ પુરી હાજર રહ્યા હતા.રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતની એક તૃતિયાંશ વસ્તી શહેરોમાં વસે છે અને શહેરોની સ્વચ્છતા તેમના આરોગ્ય અને વિકાસ માટે આવશ્યક છે. 

 ેશના એક લાખ કરતાં વધારે વસ્તી ધરાવતાં સૌથી સ્વચ્છ શહેરોની યા ીમાં પ્રથમ ક્રમે ઇન્ ોર અને સુરત રહ્યા હતા. આ યા ીમાં નવી મુંબઇ, ગ્રેટર વિશાખાપટ્ટનમ, ભોપાળ, વિજયવાડા, નવી િ લ્હી, તિરૃપતિ, ગ્રેટર હૈ રાબા  અને પૂણેનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી સ્વચ્છ રાજ્યોમાં ચોથા ક્રમે ઓડિશા અને તે પછી તેલંગાણા, આંધ્રપ્ર ેશ, પંજાબ, ગુજરાત, ઉધાર પ્ર ેશ, તમિલનાડુ, સિકિક્મ, કર્ણાટક, ગોવા, હરિયાણા અને બિહારનો ક્રમ આવે છે. સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૩માં કુલ ૪૪૭૭ શહેરી સ્થાનિક તંત્રોએ ભાગ લીધો હતો અને બાર કરોડ નાગરિકોના પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા. આ સર્વેમાં ૯૨,૭૨૦ મ્યુનિસિપલ વોર્ડસ, ૬૧ કેન્ટોનમેન્ટ બોર્ડઝ, ૮૮ ગંગા શહેરો અને ૧૮,૯૮૦ કમર્શિયલ એરિયાઓએ ભાગ લીધો હતો.  



Google NewsGoogle News