ટર્મેક પર પ્રવાસીઓને ભોજન અંગે ઈન્ડિગો, મુંબઈ એરપોર્ટને શો કોઝ

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
ટર્મેક પર પ્રવાસીઓને ભોજન અંગે ઈન્ડિગો, મુંબઈ એરપોર્ટને શો કોઝ 1 - image


પ્રવાસીઓએ ભોગવવી પડેલી યાતના  સંદર્ભમાં બીસીએએસની નોટિસ 

ઈન્ડિગો તથા મુંબઈ એરપોર્ટ બંને પરિસ્થિતિ પારખીને પૂરતી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ જતાં પ્રવાસીઓ પરેશાન થયાની ગંભીર નોંધ

મુંબઈ :  મુંબઈ એરપોર્ટના રનવે  પર જ પ્રવાસીઓને બેસાડીને ફૂડ અપાયાની સમગ્ર દેશમાં ચકચાર જગાવનારી ઘટના અંગે ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટના સંચાલકને ઉડ્ડયન સુરક્ષા સંબંધી એજન્સી બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી ( બીસીએએસ)  દ્વારા શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. 

રવિવારે ગોવા- દિલ્હી ફલાઈટ લગભગ ૧૨ મોડી પડયા પછી મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. અકળાયેલા પ્રવાસીઓએ વિમાનમાંથી ઉતર્યા બાદ ટર્મિનલમાં જવાનો ઈનકાર કરી દીધો હતો. આખરે રવિવારે મોડી રાતે તેમને એરપોર્ટની ટર્મેક પર જ બેસાડીને ભોજન  અપાયું હતું. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેની ગંભીર નોંધ લીધી હતી. 

વિલંબના કારણે કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે  તે અગાઉથી સમજવામાં અને તે અનુસાર એરપોર્ટ પર પ્રવાસીઓ માટે યોગ્ય અને આરામદાયક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટના ઓપરેટર મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ  લિમિટેડ (એમઆઈએએલ) બંને નિષ્ફળ ગયાં હોવાનું ે બ્યૂરો ઓફ સિવિલ એવિયેશન સિક્યુરિટીએ આ નોટિસમાં કહ્યું છે. પ્રવાસીઓ એ ભોગવવી પડેલી યાતનાના સંદર્ભમાં તેમને આ નોટિસ મોકલવામાં આવી હોવાનું બ્યૂરોએ જણાવ્યું છે. 

વિમાનથી બોર્ડિંગ ગેટ પ્રવાસીઓ જઈ શકે તવાં ે સ્થળે વિમાનને પાર્ક કરવાની જગ્યા આપવી જોઈતી હતી તેના બદલે એક દૂરના સ્થળ સી-૩૩  ખાતે તેમને ઉતારવામાં આવ્યા હતા. આ કારણથી રેસ્ટરૃમ અને ચા- નાસ્તો જેવી પાયાની સુવિધાઓ મેળવવાની તકથી પ્રવાસીઓને વંચિત રાખવામાં આવ્યા હતા ં. કલાકોના વિલંબથી ત્રાસેલા અને થાકેલા પ્રવાસીઓને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ ન રહેવાથી કડવો અનુભવ થયો હતો.

પ્રવાસીઓની સુવિધા, સુરક્ષાના ધોરણો અને અન્ય પરિસ્થિતિવશ થનારા પ્રશ્નોને ધ્યાનમાં લીધા વગર ફલાઈટ ઓપરેશન પ્લાનિંગ અને અમલીકરણ થયું  હોવાનું નોટિસમાં જણાવાયું હતું. 

મુંબઈ એરપોર્ટના ટર્મેક પર પ્રવાસીઓ ભોેજન લઈ રહ્યા છે તેવો વીડિયો સોમવારે વાયરલ થયા પછી નાગરિક ઉડ્ડયન પ્રધાન જયોતિરાદિત્ય સિંધિયાએ સોમવારની મધ્યરાત્રિએ સાડા બાર વાગ્યે મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

રવિવારે મુંબઈ એરપોર્ટ પર રાતના ૧૧.૨૧ કલાકે ફલાઈટ  ૬ઈ ૨૧૯૫નું ઉતરાણ કરવામાં આવ્યું હતું. તેના સંબંધમાં ઉડ્ડયન સુરક્ષાના નિયમોનું પાલન કરવા ઈન્ડિગો નિષ્ફળ ગઈ હતી. આથી શોકોઝ નોટિસ આપવામાં આવી હતી.

સિક્યુરિટી સ્ક્રીનીંગ વગર સોમવારે ફલાઈટ ૬ઈ ૨૦૯૧માં પ્રવાસીઓને ચડાવી દેવામાં આવ્યા હતા અને રવિવારે તેમને ઉતારી દેવામાં આવ્યા હતા તેવું નોટિસમાં કહેવામાં આવ્યું છે. કંપનીએ બીસીએએસને આ ઘટનાની જાણ પણ કરી ન હતી તેવું સ્ત્રોતોએ કહ્યું હતું.

આ ઘટનાની જાણ  બીસીએએસને કરવામાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (એમઆઈએએલ) નિષ્ફળ ગયું હતું તે કારણથી એમઆઈએએલને નોટિસ પાઠવવામાં આવી છે.  મુંબઈ એરપોર્ટના એક પ્રવકતાએ સોમવારે એક નિવેદનમાં કહ્યું હતું કે 'ફલાઈટ પ્રતિકૂળ હવામાનને પગલે ડાયવર્ટ કરવામાં આવી હતી. ગોવામાં પણ ઘણો વિલંબ થયો હતો. આથી પ્રવાસીઓ નારાજ હતા અને જેવી સ્ટેપ લેડર મૂકવામાં આવી કે તરત જ ઊતરી ગયા હતા.'

પ્રવાસીઓએ એરલાઈનના કોચમાં બેસી ટર્મિનલ બિલ્ડીંગમાં જવા ઈન્કાર કર્યો હતો. આથી સુરક્ષા અધિકારીઓ સાથેના સંકલનથી તેમને સેફટી ઝોનમાં કોર્ડન કરી લેવાયા હતા અને સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

સોમવારે ઈન્ડિગોના એક પ્રવકતાએ કહ્યું હતું કે દિલ્હીમાં વિઝિબિલીટી ધૂંધળી હોવાથી ફલાઈટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. 'અમારા કસ્ટમર્સની અમે ક્ષમા માગીએ છે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે અમે તમામ જરૃરી પગલાં ભરીશું.' તેવું પ્રવકતાએ કહ્યું હતું.



Google NewsGoogle News