ભારતને સલાહો મળતી હતી પણ અન્ય દેશોમાં લઘુમતીઓના હાલ જુઓઃ ભાગવત
લોકો સ્વકેન્દ્રી બની રહ્યા હોવાથી વસતી ઘટી રહી છે
ભારતની બહારના ઘણા લોકો માને છે કે ભારતની ભૂમિકા વિના વિશ્વ શાંતિ શક્ય નથીઃ
મુંબઈ: લઘુમતીઓના પ્રશ્નોના ઉકેલ લાવવાની ભારતને ઘણી વાર સલાહ આપવામાં આવે છે પણ હવે આપણે બીજા દેશોમાં લઘુમતી સમાજની પરિસ્થિતિ જોઈ રહ્યા છે તેવું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ગુરૂવારે કહ્યું હતું.
પુણેમાં હિંદુ સેવા મહોત્સવના ઉદ્ઘાટન સમારંભમાં તેમણે કહ્યું કે વિશ્વમાં શાંતિની વાતો કરવામાં આવે છે પણ યુદ્ધો અટકતાં નથી અને વિશ્વ શાંતિ અંગે આપણને પણ સલાહ આપવામાં આવે છે તેવું ભાગવતે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિશ્વ શાંતિની વાત કરીને વર્ચસ્વ સ્થાપવાના પ્રયત્નો થઈ રહ્યા છે તેમણે કહ્યું કે માનવધર્મ તમામ ધર્મોનું મૂળ છે. માનવ ધર્મ વિશ્વ ધરમાં છેે જેને હિંદુ ધર્મ પણ કહેવામાં આવે છે. જો કે વિશ્વ આ ધર્મ ભૂલી ગયું છે. તેમનો ધર્મ પણ આ જ કહે છે પણ તેઓ ભૂલી ગયા છે. અને આથી પર્યાવરણ અને અન્ય સમસ્યાઓ જોઈ રહ્યા છે.
ભારતની બહારના ઘણાં લોકો માને છે કે ભારતની ભૂમિકા વગર વિશ્વ શાંતિ શક્ય નથી. તેઓ માને છે કે ભારત અને ભારતની પરંપરાઓથી આમ થઈ શકે છે, જેવું ૩૦૦૦ વર્ષથી દર્શાવવામાં આવતું હતુંવિશ્વની આ જરૂરત પુરી કરવાની આપણી જવાબદારી છે તેવું મોહન ભાગવતે કહ્યું હતું.
હિંદુ આધ્યાત્મિક સેવા સંસ્થા અને શિક્ષણ પ્રસારક મંડળીએ હિંદુ સેવા મહોત્સવનું આયોજન કર્યું છે.
લોકો પોતાનું જ વિચારતા થઈ ગયા છે તેવા ચલણ અ ંગે ભાગવતે ચિંતા વ્યકત કરી હતી. તેમણે કહ્યું કે ''ઘણાં લોકો પોતાના જીવન અને કારકિર્દી પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. કેટલાંક લોકો તો લગ્ન નહીં કરવાનો વિકલ્પ પણ અપનાવે છે. આવા વ્યક્તિગત હિતની વિચારણાથી વસ્તી ઘટી રહી છે. તેમની ઓળખ સમાજ, પર્યાવરણ અને ઊચ્ચત્તમ શક્તિના લીધે છે તે તેમણે ભૂલવું નહીં જોઈએ તેવું ભાગવતે કહ્યું હતું.